(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના વિશીપરામાં ઘર છોડીને ચાલ્યા ગયેલા કાકીના સંતાનોની ખબર પૂછવા માટે ગયેલા યુવાન અને તેના ભાઈ તથા પિતા ઉપર લાકડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલા ગુલાબનગર વિસ્તારમાં ગઈકાલ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં જીવણભાઈ રમેશભાઈ સનુરા (22) તેના પિતા રમેશભાઈ બચુભાઈ સનુરા (48) તથા તેના મોટાભાઈ નવઘણભાઈ રમેશભાઈ સનુરા (23) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રમેશભાઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
સારવાર લીધા બાદ જીવણભાઈ રમેશભાઈ સનુરા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિઠ્ઠલ બચુ સનુરા, અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલ સનુરા, દેવજી વિઠ્ઠલ સનુરા રહે. ત્રણેય વીશીપરા ગુલાબ પાન નજીક મોરબી અને કાળુ પોપટ ડાભી રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ સામાકાંઠે મોરબી-2 સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેમના કાકી ઘર છોડીને જતા રહ્યા હોય તેઓના બાળકોના ખબર અંતર પૂછવા માટે પોતે તથા તેના પિતા રમેશભાઈ અને મોટો ભાઈ નવઘણ તેમના કાકીના ઘરે ગયા હતા
ત્યારે સામાવાળાઓએ પઆજ દિવસ સુધી વ્યવહાર નથી તો હવે શું કામ સારું લગાડવા માટે આવ્યા છો..?થ એમ કહીને ગાળો આપીને પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.દરમિયાનમાં ચાર હુમલાખોર પૈકીના દેવજીભાઈએ ફરિયાદી જીવણભાઈના મોટા ભાઈ નવઘણભાઈના માથામાં લાકડી ફટકારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ 323, 324, 504, 506(2), 114 અને 135 મુજબ ગુનો નોંધતા બીટ વિસ્તારના જમાદાર એએસઆઈ વશરામભાઈ મેતા દ્વારા આ અંગે આગળની.તપાસ ચલાવવામાં આવી રહી છે.
મારામારીમાં યુવાનને ઇજા
મોરબીના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષની સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ રણજીતસિંહ ગોહિલ નામના ત્રીસ વર્ષના યુવાનને શેરીમાં મારામારીના ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બી ડિવિઝન પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે શેરીમાં ઊભા રહેવા બાબતે કોઈની સાથે બોલાચાલી થઈ હતી.