મોરબીમાં વાવડી રોડમાં બાઈક આડે ભૂંડ ઉતરતા આધેડને ઈજા: સારવારમાં દાખલ

05 December 2022 01:09 PM
Morbi
  • મોરબીમાં વાવડી રોડમાં બાઈક આડે ભૂંડ ઉતરતા આધેડને ઈજા: સારવારમાં દાખલ

હળવદમાં પરિણીતા ભુલથી એસીડ પી જતા સારવારમાં ખસેડાઈ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5
મોરબીના વાવડી રોડ ઉપરથી બાઈક લઈને આધેડ પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ભૂંડ ઉતર્યું હતું જેથી કરીને બાઇકને બ્રેક લગાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને આધેડ રોડ ઉપર પટકાયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત આધેડને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના પાનેલી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ ખાણધર (ઉંમર 50) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટી પાસે મોમાઈ ડેરી નજીકથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે અચાનક ભૂંડ આવ્યું હતું જેથી તેઓએ પોતાના બાઈકને બ્રેક લગાવતા બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું અને કિશોરભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એસિડ પી ગઈ
હળવદમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે રહેતા ભૂમિકાબેન હિરેનભાઈ ગોસાઈ નામની 27 વર્ષની પરણીતા એસિડ પી જતા તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને મહિલા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે અને સંતાનમાં એક દીકરો છે જો કે તે ભૂલથી એસિડ પી ગઈ હતી તેવું પોલીસ નિવેદનમાં જણાવ્યું છે

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા માણાબા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા સમજુબેન ગંગારામભાઈ સિસોદિયા (60) રહે. જાજસર તાલુકો માળીયા મિયાણા વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી ગઈ
હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા કરમશીભાઈ વસાવાના પત્ની
જુગીતાબેન (25) કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેને તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા લાભુબેન રૂગનાથભાઈ કારાવાડીયા (ઉંમર (69) પોતાના ઘરેથી મોરબી બાજુ આવી રહ્યા હતા ત્યારે ગામ પાસે તેઓ બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી લાભુબેનને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement