મોરબી જિલ્લાની ત્રણ બેઠકની ગુરૂવારે 42 બેઠક પર મત ગણતરી

05 December 2022 01:30 PM
Morbi
  • મોરબી જિલ્લાની ત્રણ બેઠકની ગુરૂવારે 42 બેઠક પર મત ગણતરી

ઝુલતા પુલની દુર્ઘટના બાદનું મતદાન કોને તારશે? કોને ડુબાડશે? પોલિટેકનિક ખાતે 14-14 બેઠક પર મત ગણતરી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબ્બકાનું મતદાન પૂર થયા બાદ આગામી ગુરૂવારે મતગણતરી કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં 906 મતદાન મથકો ઉપર મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જેથી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક ઉપર સરેરાશ 69.77 ટકા મતદાન થયુ છે અને તે ગત સામાન્ય ચુંટણીની સરખામણીએ 0.07 ટકા ઓછું મતદાન છે જો કે, મતદારોની સંખ્યામાં વધારો થયો છે તે પણ હક્કિત છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવાના કારણે મોરબી જિલ્લાની તમામ બેઠકો ભાજપે ગુમાવી હતી જો કે, આ વખતે શું તેને લઈને રાજકીય આગેવાનો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વખતે ગત ચુંટણીની લગોલગ જેટલું મતદાન થયું હોવાથી આ મતદાન કોને ફળશે અને કોને નડશે તેના લઈને બુથવાઈઝ આંકડા મેળવીને હાલમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિતના જીત માટેના મતોનો તાલમેલ કરી રહ્યા છે જો કે, ઇવીએમ મશીનમાંથી એક પછી એક બુથના આંકડા નીકળશે ત્યાં પછી કેટલાકના પગ નીચેથી જમીન સરકી જવાની છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
ખાસ કરીને ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યાર પહેલા જ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતને હચમચાવી રાખે તેવી દુર્ઘટના એટલે કે ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી

જેમાં 135 લોકોના મોત નિપજ્યા હતા જેથી આ ઘટનાનો કેવો પ્રભાવ ચૂંટણીમાં રહ્યો તે પણ હાલમાં કહવું મુશ્કેલ છે.મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આ ચૂંટણી 67.16 ટકા જેટલુ મતદાન થયું છે જો કે, ગત ચુંટણીમાં 71.24 ટકા મતદાન હતુ ટંકારા પડધરી બેઠકમાં આ ચુંટણીમાં 71.18 ટકા મતદાન થયેલ છે અને ગત ચુંટણીમાં 74.12 ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં આ ચુંટણીમાં 71.19 ટકા મતદાન છે અને ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ સરેરાશ આ વખતે જે મતદાન થયુ છે તે 69.77 ટકા છે અને ગત ચુંટણીમાં 69.84 ટકા મતદાન નોંધાયું હતુ

એટ્લે કે 0.07 ટકા મતદાન ઓછું થયેલ છે તો પણ મતદારોની સંખ્યા વધી છે. હાલમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગમી 8 તારીખે મહેન્દ્રનગર ગામે પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે મતગણતરી કરવામાં આવશે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ દરેક બેઠકમાં કુલ 14-14 ટેબલ રાખવામા આવશે અને એક બેઠક માટેના 22 રાઉન્ડના અંતે બેઠકનું ફાઇનલ ચિત્ર સામે આવશે.


Advertisement
Advertisement
Advertisement