રાજકોટ,તા. 5
સિંગતેલ અને કપાસિયાના ભાવ ફરી તૂટ્યા છે. સિંગતેલમાં રૂ.10 અને કપાસિયામાં રૂા. 10નો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલ-તેલીબિયા બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે. ખાસ કરીને કપાસિયા વોશમાં ભાવ ઘટીને શનિવારે રૂા. 1100ની સપાટી પર આવી ગયા છે. છેલ્લા 15 દિવસથી કપાસિયા અને પામોલીનમાં ભાવ ઘટી રહયા છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં પણ અસર પડી છે.
હાલ માલની સપ્લાય ઓછી હોવાથી ભાવને અસર થઇ રહી છે. આજે સિંગતેલના ભાવ ઘટીને રૂા. 2595-2645, 2545-2595, અને કપાસિયામાં રૂા. 10 તૂટતા રૂા. 2090-2140, 2040-2090 થઇ ગયા છે. આગામી સમયમાં આવી પરિસ્થિતિ રહેશે તો હજુ ભાવમાં ફેરફાર સર્જાશે.
સીંગતેલમાં અત્યારે ઓઇલ મીલોને જેટલી જોઇ તેટલી માત્રામાં સારી ક્વોલીટીની મગફળી મળતી નથી અને આગામી દિવસોમાં પણ જો વેચવાલી નહીં આવે તો બજારને ટકી રહેવા જોઇએ પરંતુ બીજી બાજુ સાઈટ તેલો તૂટી રહ્યા હોવાથી લુઝને પણ ઘટવું જરુરી છે.