રાજકોટ તા.6 : 3 ડિસેમ્બરના રોજ બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશી ગયો. જે આ મહિનાની 27 તારીખ સુધી રહેશે. ત્યાર બાદ 16 ડિસેમ્બરે સૂર્ય પણ ધન રાશિમાં આવી જશે. જેથી બુધાદિત્ય શુભ યોગ બનશે. ગુરૂની રાશિમાં બુધના આવી જવાથી તેનું શુભ ફળ ઘટી જશે. આથી અનેક લોકો માટે આવનાર સમય મિશ્રિત રહી શકે છે. પુરીના જયોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ બુધના પ્રભાવથી કર્ક, વૃશ્ચીક, કન્યા, અને મકર રાશિના લોકો માટે સારો સમય છે. પરંતુ તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
ત્યાં જ મેષ, વૃષભ, મિથુન, સિંહ અને ધન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ ગ્રહના શુભ પ્રભાવથી દેશની આર્થિક વ્યવસ્થા મજબુત થશે. શેર બજાર અને કિંમતી ધાતુઓની કિંમત વધી શકે છે.બુધ ગ્રહની રાશિ બદલવાથી પત્રકારિતા, શિક્ષા, લેખન, વાણી અને વકીલાત સાથે જોડાયેલા લોકોની તર્ક શકિત વધશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોના જીવનમાં મોટા ફેરફાર આવવાના યોગ બની રહ્યા છે. થોડા લોકોના કામકાજમાં ફેરફાર આવવાની શકયતા પણ છે. ગુરૂની રાશિમાં હોવાથી બુધ્ધી અને જ્ઞાન વધશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે.
થોડા લોકો નવું અને મોટું રોકાણ કરવાની મોટી યોજના બનાવશે. બુધના પ્રભાવથી ખરીદી વધશે સાથે જ શેર બજારમાં તેજી આવવાની શકયતાઓ છે. ધન રાશિમાં બુધના પ્રવેશથી કર્ક, વૃષભ, કન્યા, અને મીન જાતકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તકો મળશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકશે. લેવડ દેવડ અને રોકાણમાં ફાયદો થશે. આ ઉપરાંત આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવી શકે છે આ લોકોની તર્ક શકિત પણ વધી શકે છે. બુધના રાશિ પરિવર્તનથી મેષ, વૃષભ, મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે સમય સામાન્ય રહી શકે છે.
આપ રાશિના લોકોના વિચારેલા કામ પૂરા થશે. કામકાજને લઈને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકશે. રોજીંદા કાર્યોમાં મહેનત વધારવી પડશે. ભાગદોડ વધશે. લેવડ દેવડ અને રોકાણ સમજી વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ધન રાશિમાં બુધના પ્રવેશથી તુલા, મકર, અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. સેવીંગ ઘટી શકે છે અને રોકાણમાં નુકશાની થવાની શકયતાઓ છે. લેવડ દેવડમાં પણ સાવધાની રાખવી નસને લગતા રોગ થઈ શકે છે અને નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ છે.