પાલીતાણા,તા. 6 : સોનગઢ પાલીતાણા માર્ગ વચ્ચે આવેલ ઘોડીઢાળ પાસે વિજ્ઞાન તીર્થ શ્રી શંખેશ્વરપુરમ ખાતે પ.પૂ. પંન્યાસ શ્રી લબ્ધીચંદ્ર સાગર મ.સા.ની પાવન નિશ્રામાં શંખેશ્વર પાર્શ્વનાથદાદાના જિનાલયનું ઉદ્દઘાટન પ્રસંગે જુદા જુદા ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા. 12-12-22ને સોમવારે શ્રી મુળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા થશે.
તેમજ તા. 11-12ને રવિવારે મધ્યરાત્રીના અનેક જિનબિંબોની અંજન શલાકા પ્રતિષ્ઠા થશે તેમજ સાયન્સ પ્રોજેક્ટ લોન્ચીંગ થશે. બપોરના 2થી 4 કલાકે શ્રી શંખેશ્વરપુરમ નુતન તીર્થને વિશ્વનું સર્વપ્રથમ જૈન સાયન્સ સીટી બનનાર છે. આ પ્રસંગે અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેનાર છે. અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા. 14-12-22ને બુધવારે મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. જેમાં સમસ્ત ગિરિરાજનો શણગાર થશે. 12,50,000 ફુલોથી ગીરીરાજના વધામણા થશે. તેમજ 108 કિલો નૈવેધથી શત્રુંજય ઉતર દાદાના દરબારમાં પૂજા કરવામાં આવશે.
નવનિર્મિત વિજ્ઞાન તીર્થ શ્રી શંખેશ્વરપુરમ પંન્યાસથી લબ્ધીચંદ્ર સાગર મા.સા.થી પાવન નિશ્રામાં પરમાત્માના દિક્ષા કલ્યાણકની ઉજવણી તેમજ જિનાલયમાં જન્મ કલ્યાણકનું વિજ્ઞાન, સ્ટેજ પ્રોગ્રામ, 56 દિકકુમારી, નામ સ્થાપના, પાઠશાળા, પરમાત્માના ધ્વજ કળશ દંડનો 18 અભિષેક, ગિરિરાજના વધામણા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તા. 6 ડીસેમ્બરથી શરુ થશે.
આ પ્રસંગે સાગર સમુદાયના પ.પૂ. પન્યાસ શ્રી લબ્ધીચંદ્રસાગર મા. સાથે તા. 11-12-22 દિવસે સવારે 5 થી 8 કલાકે આચાર્ય પદવી આપવામાં આવનાર છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો આવનાર છે.