અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન

06 December 2022 04:44 PM
Rajkot Dharmik
  • અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન
  • અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન
  • અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન
  • અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન
  • અમૃત મહોત્સવમાં 150 વીઘા જગ્યામાં અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન

► ગુરૂકુલના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનાર

રાજકોટ :તા.6 : શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંદેશ મુજબ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીસ્વામીએ સ્થાયેલ સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા તા. 22 થી 26 ડિસેમ્બર 2022 સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી-કણકોટ રોડ પર ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરાયેલ છે. તે પર્વે મહોત્સવ સ્થળ સહજાનંદનગર ખાતે અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શન યોજાનાર છે. પ્રદર્શનનું ઉદઘાટન તા.10 ડિસેમ્બર સાંજે થશે. અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનો સમય તા.11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પ્રદર્શની નિશુલ્ક રહેશે.

► અમૃતસાગર સાંસ્કૃતિક પ્રદર્શનનું કલાત્મક પ્રવેશદ્વાર : 3 મોટા ઓડિટોરિયમ: છપૈયા અને અયોધ્યાની ઝાંખી સાથે ભગવન બાળપણનું સ્મરણ

તેમજ 5 થી 12 વર્ષ સુધીના અન્ય બાળકો માટે શુલ્ક રૂપિયા 30 અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતઓ માટે વ્યક્તિદીઠ પ્રવેશ ફી રૂપિયા 50 રહેશે. પ્રદર્શનમાં આવતા લોકોને તા.22 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક, સત્સંગ કથા શ્રવણ વગેરેનો લાભ મળશે. સમગ્ર આયોજનને આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજના રૂડા આશીર્વાદ મળ્યા છે. આબાલ વૃદ્ધ સૌને ગમે તેવા પ્રદર્શનનો સહ પરિવારનો લાભ લેવા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ છે. અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શનમાં પ્રવેશતાની સાથે જ રમણીય કલાકૃત પ્રવેશ દ્વાર ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવેશતાની સાથે જ 25 ફૂટ ઊંચા સુવર્ણમંડિત કલાકૃત કળશ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય દર્શન થશે. આગળ વિશાળ હરિયાળા બગીચામાં અમૃત મહોત્સવનો મોનોગ્રામ તથા સેલ્ફી પોઈંટ હશે.બાળ લીલા દર્શન દ્વારા 240 વર્ષ પહેલાનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું જન્મસ્થાન તેમજ જ્યાં બાળ લીલાઓ કરી હતી

► ગુરૂકુલ સંસ્કૃતિ મંડપમાં 64 કલાના દર્શન:નીલકંઠની યાત્રા સાથેનો લાઈટ અને સાઉન્ડ શો: વિશ્ર્વ ગુરૂ ભારતની ગૌરવંતી ગાથા : 360 ડીગ્રી સ્ક્રીન પર જીવન ઘડતર રહસ્ય

તેવી આધ્યાત્મિક નગરી જેવા પવિત્ર તીર્થ સ્થાનોની પ્રતિકૃતિ સ્વરૂપ છપૈયા અને અયોધ્યા નગરીનું નિર્માણ કરાયું છે. જેમાં જે તે સમયની સંસ્કૃતિને ઉજાગર કરતા પૌરાણિક ગ્રામ્ય સંસ્કૃતિને તરોતાજા કરતા પ્રવેશ દ્વાર, મંદિરો, સરોવરો, મકાનો, ખેતર-વાડીઓ, વૃક્ષ-વેલીઓ, જે તે સમયની રીત ભાતો અને પહેરવેશોના સ્થાપત્યો દ્વારા ભવ્ય ગ્રામ્ય સંસ્કૃતિ દર્શન સાથે ભગવત બાળ લીલાઓનું સ્મરણ કરાવશે. 180 ડિગ્રી મેપિંગ પ્રોજેક્શન લાઈટ એન્ડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્ય સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના યુવા સ્વરૂપ નીલકંઠવર્ણીની 12,000 કિલોમીટરની રોમાંચક પદયાત્રા તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવાશે. આ મંડપમાં આજની અર્થ અને કામમાં સંકુચિત થયેલી શિક્ષણ પદ્ધતિની જગ્યાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વિશાળ દ્રષ્ટિ ધરાવતી ‘ગુરૂકુલ સંસ્કૃતિ’ પ્રસ્થાપિત થાય તેવા શુભ હેતુથી ગુરૂકુલ પરંપરાના દર્શન કરાવાશે. જેમાં વશિષ્ઠ, સાંદિપની જેવા ઋષિમુનિ - આચાર્યોના આશ્રમોમાં શીખવવામાં આવતી શસ્ત્રકળા, કાષ્ટકળા, નૃત્ય કળા, સંગીત કળા, શિલ્પ કળા જેવી 64 કળાઓના અદભૂત દર્શન કરાવાશે. વળી આપણી એ ભવ્ય શૈક્ષણિક પદ્ધતિઓ કે જેમાંથી એક સામાન્ય બાળક પણ મહામાનવ સુધીની સફર કરી શકતો.

► દર્પણ, ફાનસ અને ઝુંમરનો ઝળહળાટ: યુવાનો, મહિલાઓ, ખેડૂતો વગેરેની ગમતી કૃતિઓ: ગુફા, ફ્લાવર સર્કલ, તળાવ, ફુવારા,આર્ટ ગેલેરી વગેરેનું આકર્ષણ....

આ ડોમમાં ભારતની એ ભવ્ય અને સુવિકસિત શિક્ષણ પદ્ધતિ કે જેમાં દેશ દુનિયાના લાખો બાળકો જીવન વિકાસના પાઠો શીખવા માટે આવતા. તેના કેન્દ્ર સમી નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠના દર્શન કરાવાશે. સાથે ભારતની એ ભવ્ય ધરોહરનો નાશ કરવા માટે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના ઈરાદાપૂર્વકના આક્રમણો અને તેનાથી થયેલ નુકશાન પ્રદર્શીત કરાવાશે.આ ડોમમાં 20 મી સદીના એક મહાન યુગ પુરુષના દર્શન કરાવાશે. કે જેમણે લુપ્તપ્રાય બનેલી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવી ગુરુકુલ પરંપરાને પુન:જીવિત કરી. 1948માં રાજકોટ ખાતે સ્થપાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના સ્થાપક, સ્વામિનારાયણીય સંત વિભૂતિ સદવિદ્યા, સદ્ધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું જીવન દર્શન કરાવાશે. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનામાં આજ સુધી અણીશુદ્ધ રહેલ એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોના જીવન દર્શન કરાવાશે. સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાના પ્રભુચરણદાસજી સ્વામી, અવિનાશદાસજી, પ્રવિણભાઇ કાનાબાર, રમણીકભાઇ રૂપારેલીયા, મગનભાઇ ભોરણીયાએ આજરોજ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લઇ તંત્રીશ્રી પ્રદિપભાઇ શાહને આમંત્રણ પત્રિકા અર્પણ કરી હતી. તેમજ સમગ્ર આયોજન વિશે માહિતી આપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement