પાનની દુકાનો પર દરોડા શરૂ : પાંચ ધંધાર્થીને નોટીસ

06 December 2022 04:47 PM
Rajkot
  • પાનની દુકાનો પર દરોડા શરૂ : પાંચ ધંધાર્થીને નોટીસ
  • પાનની દુકાનો પર દરોડા શરૂ : પાંચ ધંધાર્થીને નોટીસ
  • પાનની દુકાનો પર દરોડા શરૂ : પાંચ ધંધાર્થીને નોટીસ

અમીન માર્ગ, ચંદ્રપાર્ક મેઇન રોડ પર 20 ધંધાર્થીને ત્યાં તપાસ : 18 વર્ષથી નીચેના લોકોને તમાકુ નહીં વેચવા તાકીદ : ચાના વધુ બે નમુના લેવાયા

રાજકોટ, તા. 6
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા આજથી જ પાનના ધંધાર્થીઓ પર દરોડા શરૂ કરીને લાયસન્સ લેવા અને 18 વર્ષથી નીચેના લોકોને તમાકુનું વેચાણ નહીં કરાય તેવા બોર્ડ મારવા નોટીસો આપવામાં આવી રહી છે.

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે અમીન માર્ગ- ચંદ્રપાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલ પાન ઠંડા-પીણા સહિતના 20 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરાયું હતું. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના અપાઇ હતી.

તો (1)બાબા પાન કોલ્ડ્રિંકસ (2) ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ (3)એસ. પટેલ પાન કોલ્ડ્રિંકસ (4)સુપરશ્યામ ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ અને (5) અમૃતસાગર પાન કોલ્ડ્રિંકસનો સમાવેશ થાય છે.

ઉપરાંત (6)લક્ષ્મીસાગર પાન કોલ્ડ્રિંકસ (7)બોસ કોલ્ડ્રિંકસ (8)સુરેશ્વર પાન (9)કિશન પાન (10)ઉમિયાજી ફરસાણ (11)ઉમિયાજી પાન કોલ્ડ્રિંકસ (12)કેશરિયા પાન કોલ્ડ્રિંકસ (13)બાલાજી પાન કોલ્ડ્રિંકસ (14)રાધે નાસ્તા ગૃહ (15)બંસી કોલ્ડ્રિંકસ (16)વૃંદાવન ડેરી ફાર્મ (17)માધવ પાઉંભાજી (18) ન્યુ રાજ બેકરી સ્ટોર્સ (19)બાલાજી કોલ્ડ્રિંકસ સ્નેકસ (20) શ્રી નાથજી ડેરી ફાર્મમાં ચકાસણી કરવામાં આવી હતી.

ચાના સેમ્પલ
ફૂડ વિભાગની ટીમ દ્વારા કૃષ્ણનગર મેઇન રોડ પર ખાદી ભંડાર સામે આવેલ રવેચી ટી સ્ટોલમાંથી ચાની લુઝ ભુકી અને બાજુમાં જ આવેલ શકિત હોટલમાંથી તૈયાર ચાનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement