રાજકોટ, તા. 7 : કચ્છમાં આજરોજ પણ તિવ્ર ઠંડીનો અનુભવ યથાવત રહેવા પામ્યો હતો અને નલિયાવાસીઓ ઠુંઠવાયા હતા. નલિયામાં ગઇકાલે 8.ર ડિગ્રી બાદ આજરોજ પણ સવારે લઘુતમ તાપમાન 8 ડિગ્રી નોંધાતા નલિયાવાસીઓ ઠુંઠવાયા હતા. જયારે આજે સવારે ભુજ ખાતે 13.2 ડિગ્રી અને કંડલામાં 13.4 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
આમ ભૂજ અને કંડલા ખાતે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.આ ઉપરાંત આજરોજ પણ રાજકોટમાં સવારે 8 કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી, નોંધાતા રાજકોટવાસીઓએ શિતલહેર અનુભવી હતી તથા આજે સવારે અમરેલીમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 17.4, દ્વારકામાં 17.8, ઓખામાં 22 તથા પોરબંદરમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે પાટનગરવાસીઓએ આજરોજ પણ કડકડતી ઠંડી અનુભવી હતી.
ગાંધીનગરમાં આજરોજ સવારે 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.તેમજ આજે સવારે વેરાવળમાં 20.4 ડિગ્રી, દિવમાં 19.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17, મહુવામાં 17.1 અને કેશોદ ખાતે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.તથા અમદાવાદમાં આજે સવારે 17.5 ડિગ્રી, ડિસામાં 14.8 ડિગ્રી વલ્લભવિદ્યાનગર ખાતે 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, સુરતમાં 19.2, વલસાડમાં 19 અને દમણમાં 21 ડિગ્રી, લઘુતમ તાપમાન સાથે માત્ર ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો.