‘દ્દશ્યમ-2’ ની કમાણીમાં આગેકૂચ 200 કરોડની કલબની નજીક

07 December 2022 04:07 PM
Entertainment India
  • ‘દ્દશ્યમ-2’ ની કમાણીમાં આગેકૂચ 200 કરોડની કલબની નજીક

મુંબઈ: અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘દ્દશ્યમ-2’ એ બીજા વીકમાં તેની કમાણીની કુચ ચાલુ રાખી છે. પ્રથમ વીકમાં 100 કરોડની કમાણીનો મુકામ પસાર કર્યા બાદ બીજા વીકમાં ફિલ્મ 200 કરોડની કલબમાં પ્રવેશી રહી છે.

આ ફિલ્મ 18મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મે ટિકીટબારી પર 100 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની રિલીઝના 19 દિવસ થયા છે ત્યારે ગમે ત્યારે આ ફિલ્મ 200 કરોડના આંકડાની ખૂબ જ નજીક છે.

આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત તબુ, અક્ષય ખન્ના સહિતના કલાકારો કામ કરે છે. હાલ ‘દ્દશ્યમ-2’ ટિકીટબારી પર વરુણ ધવન અને આયુષ્યમાન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ભેડીયા’ને ટકકર આપી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement