મુંબઈ :
એકટ્રેસ દીપિકા પદુકોણ ગ્લોબલ આઈકોન છે. તેણે હિન્દીની સાથે સાથે હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ વર્ષે તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતને રિપ્રિઝેન્ટ કર્યું હતું. ત્યારબાદ તેની ખૂબ પ્રશંસા થઇ હતી હવે અભિનેત્રીએ ફરી એકવાર પોતાના ફેન્સને ગૌરવ અનુભવવાની તક આપી છે, કારણ કે તેને ફીફા વર્લ્ડ કપના ફાઈનલમાં એક મોટુ કામ સોંપવામાં આવ્યું છે.
ખબરો મુજબ તે ફીફા વર્લ્ડ કપની ફાઈનલમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ઉલ્લેખનીય છે કે ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ 18 ડિસેમ્બરે છે જેના માટે ટૂંક સમયમાં જ એકટ્રેસ કતર જવા રવાના થશે.જો કે આ મામલે હજુ અધિકૃત જાહેરાત નથી થઇ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા હાલ તેની અપ કમીંગ ફિલ્મ ફાઈટરના શૂટીંગમાં બીઝી છે. આ ફિલ્મમાં તેની સામે ઋત્વિક રોશન છે. બન્ને સ્ટાર્સ પહેલી વાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ છે.