♦ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરશે
મુંબઈ: બાહુબલી સીરીઝની ફિલ્મો, કેજીએફ સીરીઝ અને પુષ્પા તેમજ કંથારા જેવી ફિલ્મોએ હિન્દી બેલ્ટમાં બમ્પર કમાણી કરીને સાઉથના ફિલ્મકારોને ચોંકાવી દીધા છે. આ ફિલ્મોના હિટ થયા બાદ સાઉથના ફિલ્મ મેકર્સને સમજાઈ ગયું છે કે હિન્દી ભાષી દર્શક મસાલા એકશન મનોરંજન માટે તડપી રહ્યા છે અને આ તેમના માટે એક મોટું માર્કેટ છે.
આ જ કારણે સાઉથના ફિલ્મ મેકર્સ સતત પોતાની ફિલ્મો હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરી રહ્યા છે. પરંતુ હવે સાઉથના ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મો હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાને બદલે હિન્દીમાં જ ફિલ્મોનું નિર્માણ પણ કરશે.
મીડીયા રિપોર્ટનું માનીએ તો ‘કંથારા’ અને ‘કેજીએફ’ સીરીઝનું નિર્માણ કરનારી પ્રોડકશન કંપની ટુંક સમયમાં જ એક મેગા ઈન્ટરનેશનલ એન્ટરટેનર શરૂ કરશે, જેના માટે શાહરુખખાન સાથે વાત કરવામાં આવી હોવાની ખબર છે. જાણકારી મુજબ પ્રોડકશન કંપનીએ શાહરુખખાન સાથે ફિલ્મનો આઈડીયા ડિસ્કસ કર્યો છે.
શાહરુખખાનને આઈડીયા પસંદ પણ આવ્યો છે. કારણ કે આ એકશન પોકડ મુવી છે. શાહરુખખાન હાલમાં આવી જ ફિલ્મો સાઈન કરી રહ્યો છે. રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીએ શાહરુખની સાથે સાથે નિર્દેશન માટે રોહિત શેટ્ટીને પણ એપ્રોચ કર્યો છે. નિર્માતા ઈચ્છે છે કે રોહિત તેમની ફિલ્મ ડાયરેકટ કરે કારણ કે તે બોલીવુડનો સૌથી સફળ મસાલા ડાયરેકટર છે.