હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર : ભાજપ-33, કોંગ્રેસ-32

08 December 2022 10:38 AM
Elections 2022 India Politics
  • હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર : ભાજપ-33, કોંગ્રેસ-32

► હિમાચલમાં સતત બીજી વખત સત્તા માટેનો રેકોર્ડ બનાવવા ભાજપની જબરી લડત : કોંગ્રેસ રિવાજ જાળવવા લડે છે

► 3 અપક્ષો રાજ્યમાં કિંગમેકર બને તેવા સંકેત : મુખ્યમંત્રી જયરામ ઠાકુર આગળ : ભાજપની નજર બળવાખોરો પર : દરેક રાઉન્ડમાં ચિત્ર બદલાય છે

સીમલા,તા. 8
ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જ હિમાચલમાં વિધાનસભા ચૂંટણીમાં થોડુ અલગ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ રાજ્યમાં ભાજપ સતા ટકાવી રાખવા માટે તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ હાલમાં જે સંકેતો મળી રહ્યા છે તેમાં વિધાનસભામાં 68 બેઠકોમાંથી ભાજપ 33, કોંગ્રેસ 32 અને અન્ય 3 બેઠકો પર આગળ છે અને આ રીતે પહાડી રાજ્યોમાં કોંગ્રેસ ભાજપને જબરી ટક્કર આપી રહી છે.

હિમાચલમાં દર પાંચ વર્ષે સતા બદલાય છે અને કોંગ્રેસ પક્ષે આંતરિક વિવાદ વચ્ચે પણ જબરી લડત આપી છે. તથા પ્રારંભમાં આ પક્ષને સરસાઈ મળી હતી પરંતુ બાદમાં ભાજપે ફરી એક વખત એક બેઠકની સરસાઈ મેળવી છે અને હજુ બંનેમાંથી એક પણ પક્ષ 35 બેઠકોના બહુમતીના લક્ષ્યાંક સુધી પહોંચી શક્યો નથી પરંતુ ભાજપના બળવાખોરો જીતી રહ્યા હોવાના સંકેતથી અંતે ભાજપ સતા જાળવવામાં સફળ રહેશે તેવું પ્રાથમિક પરિણામોમાં જણાય છે.

મુખ્યમંત્રી જયરામ ઠાકુર આગળ દોડી રહ્યા છે જ્યારે આ રાજ્યના શિક્ષામંત્રી ગોવિંદ ઠાકુર પાછળ છે. કોંગ્રેસના વિક્રમાદીત્ય સીમલા ગ્રામીણ બેઠક પરથી આગળ દોડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં મુખ્યમંત્રી પદ માટે આંતરિક સ્પર્ધા વચ્ચે પણ જે રીતે જબરી લડાઈ આપી રહી છે તેના પરથી અંતિમ ચિત્રમાં કોંગ્રેસને સત્તા મળે તો પણ તે એક આશ્ચર્ય હશે.


Related News

Advertisement
Advertisement
Advertisement