♦ ભાજપે અસામાજિક તત્વોનો ઉપયોગ કર્યો: ઠાકોર
રાજકોટ તા.8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં ભાજપની પ્રચંડ લીડ અને કોંગ્રેસનો રકાસ થતો જોઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘુંટણિયે પડી ગયું હતું.
દસ વાગ્યા સુધીમાં જાહેર થઈ રહેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની દયનીય હાલત થઈ છે. ત્યારે ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ઉપયોગ કર્યો હતો.
આમ હાલ જાહેર થઈ રહેલા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપની પ્રચંડ બહુમતી માટે અને કોંગ્રેસના રકાસ માટે ચૂંટણી પંચ પર ઠીકરું ફોડયું હતું.