રાજકોટ,તા. 8
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત તમામ તાકાત સાથે ઝંપલાવનાર આમ આદમી પાર્ટીને જો કે ડબલ ડીજીટમાં બેઠકો મળે તે પણ આશ્ચર્ય હશે પરંતુ આ પક્ષના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર થયેલા ઇસુદાનભાઇ ગઢવી ખંભાળિયા બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે 4000 મતથી આગળ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા છેક ત્રીજા સ્થાને ધકેલાય ગયા. ખંભાળિયામાં રસપ્રદ ટક્કરબની રહી છે.
ઇસુદાન ગઢવીને 10254 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર તથા સીટીંગ ધારાસભ્ય વિક્રમ માડમને 6431 મત તેમજ મુળુભાઈ બેરાને 5007 મત મળ્યા છે. આમ ઇસુદાનભાઈ ગઢવીએ બીજા રાઉન્ડમાં જે 403ની લીડ હતી તે વધારીને 3823 મતની કરી છે. અને હજુ આ બેઠક પર વધુ 8 રાઉન્ડ બાકી છે.