ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ સડસડાટ દોડયું: સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ

08 December 2022 11:30 AM
Elections 2022 Gujarat India Politics Saurashtra
  • ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ સડસડાટ દોડયું: સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ
  • ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ સડસડાટ દોડયું: સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ
  • ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ સડસડાટ દોડયું: સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ

► કમળ ખીલ્યું : પંજાનો ભૂકકો : ઝાડુ ટોપલીમાં

રાજકોટ તા.8 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી ઈતિહાસ રહ્યો છે. સાતમી વખત સતા હાંસલ કર્યાની સાથોસાથ છેલ્લા 27 વર્ષમાં ન મેળવી હોય તેટલી રેકોર્ડ બેઠકો મેળવવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ 130થી વધુ બેઠકોમાં ભાજપના ઉમેદવારો લીડ મેળવવા લાગ્યા હતા. કોંગ્રેસનો સફાયો થયાનુ અને આમ આદમી પાર્ટીની કોઈ ખાસ તાકાત સાબીત થઈ શકી ન હતી. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબકકે યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે રાજયના જુદા-જુદા 37 સેન્ટરો પર મતગણતરી શરૂ થઈ હતી.

► વિધાનસભાની ચૂંટણીમાં ધારણા મુજબ જ ફરી ભગવો લહેરાયો: સવારથી જ સવાસોથી વધુ બેઠક પર જીતની દૌડ..

130થી વધુ બેઠકોમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો લીડ મેળવવા લાગ્યા હતા અને તેને પગલે ભાજપનો રેકોર્ડબ્રેક વિજય થવાનુ ચિત્ર ઉપસવા લાગ્યુ હતું. રાજયના ચારેય ઝોનમાં ભાજપનો જ જયજયકાર હોય તેમ સર્વત્ર બહુમતી બેઠકોમાં વિજયવાવટો ફરકવાનુ ચિત્ર સર્જાયુ હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2017માં કાંઠુ કાઢીને ભાજપ કરતા પણ વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસને આ વખતે પ્રચંડ પછડાટ ખમવાનો વખત આવ્યો હોય તેમ બે આંકડે પણ માંડ પહોંચવાનો ટ્રેન્ડ હતો. લલિત કગથરા, લલિત વસોયા જેવા ધારાસભ્યો તથા દિગ્ગજ નેતાઓ પણ પાછળ હતા. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 બેઠકોમાંથી પ્રારંભીક ટ્રેન્ડ પ્રમાણે ભાજપને 35 બેઠકોમાં લીડ હતી જયારે કોંગ્રેસ 12 સીટમાં આગળ હતી. એક બેઠકમાં અન્ય અર્થાત સમાજવાદી પાર્ટીના કુતિયાણાના ઉમેદવાર કાંધલ જાડેજા આગળ હતા.

► કોંગ્રેસની હાલત 2017 કરતા વધુ ખરાબ: ‘આપ’ની કોઈ તાકાત ન દેખાઈ છતાં મતોમાં પાડયા ગાબડા

ઉતર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આ ઝોનની 32માંથી 24 બેઠકોમાં ભાજપના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસને માત્ર પાંચ બેઠક પર લીડ હતી. આપના ઉમેદવાર એક તથા અન્ય બે બેઠક પર આગળ હતા. દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ 35માંથી 28 બેઠકોમાં ભાજપ ઉમેદવારોને લીડ હતી જયારે કોંગ્રેસ પાંચ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે બેઠકોમાં આગળ હતા. મધ્ય ગુજરાતમાં ભાજપનો સપાટો યથાવત હતો. 61માંથી 54 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઈ હતી. કોંગ્રેસને 4, આપને એક બેઠક પર લીડ હતી.

► અમિત ચાવડા, પરેશ ધાનાણી, લલિત કગથરા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાછળ: ‘આપ’ના અલ્પેશ કથીરીયા, ઈશુદાન ગઢવી આગળ

મોંઘવારી, બેરોજગારી, મફત વિજળી, સસ્તા રાંધરગેસ, કૃષિ લોન માફી સહિતના વચનો-મુદ્દાઓના આધારે લડાયેલી ચૂંટણીમાં મતદારોએ માત્ર ભાજપના વિકાસ પર જ ભરોસો મુકયો હોય તેમ ખોબે-ખોબે મત આપ્યા હતા. કોંગ્રેસ પરનો વિશ્ર્વાસ અદ્દશ્ય હોય તેમ પ્રચંડ ફટકો માર્યો હતો.કોંગ્રેસ 2017માં 77 બેઠકો પર વિજયવાવટો ફરકાવ્યો હતો પરંતુ આ વખતે પ્રચંડ ધોવાણ થયુ હોય અને કોંગ્રેસને ભુંસી નાખવાનો મતદારોનો મિજાજ હોય તેમ માંડ બે-ડઝન જેટલી બેઠકો પર જ તેના ઉમેદવારોની લીડ હતી.આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો લડવાની જાહેરાત સાથે પ્રચારનું વાવાઝોડુ સર્જયુ હતું. રેવડી કલ્ચર ઉભુ કર્યુ હતું છતાં મોટી તાકાત દેખડી શકી ન હોય તેમ 10 બેઠકોમાં જ તેના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા.

► ગાંધીનગર ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ પર સવારના 9.45 કલાકથી જશ્નનો માહોલ: કાર્યકર્તાઓ ઝૂમી ઉઠયા: ઉજવણી શરૂ

ગુજરાતમાં ભાજપનો ભરોસો જીત્યો હોય તેમ અને ગુજરાત મોદીનુ જ હોવાનુ સાબીત કરવા માટે મતદારો ભાજપની જ પડખે રહ્યાનું સ્પષ્ટ બન્યુ છે. ગુજરાતમાં 27 વર્ષની શાસન ધરાવતા ભાજપને અગાઉ કયારેય આટલી બેઠકો મળી ન હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપે 127 બેઠકો જીતવાનો રેકોર્ડ કર્યો હતો તે પછી 20 વર્ષ બાદ તેનાથી વધુ બેઠકો મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કહ્યું જ હતું કે નરેન્દ્ર (પોતાનો) રેકોર્ડ ભુપેન્દ્ર (વર્તમાન મુખ્યમંત્રી) તોડશે અને તે વાત સોએ સો ટકા સાચી પડતી હોવાનું જણાય રહ્યું છે.

► ભાજપનું બુલડોઝર માધવસિંહનો રેકોર્ડ તોડવા તરફ : 150 બેઠકો પર આગળ

સમગ્ર ગુજરાતમાં ભાજપનો જ જયજયકાર હોય તેમ રીતસરનું એક મોજુ જ ફરી વળ્યુ હતું અને અન્ય તમામ તેમાં તણાઈ ગયા છે. કોંગ્રેસમાંથી બીજી ટર્મ લડનારા ધારાસભ્યો તથા દિગ્ગજ નેતાઓના ડબ્બા ડૂલનો ઘાટ છે. અમીત ચાવડા જેવા નેતાઓ પણ પાછળ છે.રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસનું ધોવાણ થયાની છાપપ છે. સંખ્યાબંધ બેઠકો પર કોંગ્રેસ ત્રીજા સ્થાને હતું તેનો સીધો અર્થ એવો થતો હતો કે આપને કારણે મતોનું મોટુ વિભાજન-ધ્રુવીકરણ થયુ છે. વિધાનસભા ચૂંટણી પરિણામોને પગલે ભાજપ છાવણી ગેલમાં આવવાનુ સ્વાભાવિક હતું. પાર્ટીએ એકઝીટ પોલના આધારે જ જીત-જશ્નની તૈયારી કરી લીધી હતી. કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

દ્વારિકામાં પબુભાની લીડ 10,000થી પણ વધુ
દ્વારિકામાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપના પબુભા માણેકે 10,000થી વધુની લીડ બનાવી લીધી છે. કોંગ્રેસના મુળુ કંડોરિયાને 20874 મત મળ્યા છે જ્યારે પબુભાને 30333 મત મળ્યા છે.

ગુજરાત વિજયની દિલ્હીમાં ઉજવણી કરશે ભાજપ : મોદી પક્ષના વડામથકે પહોંચશે
ગુજરાતમાં ભાજપને જે પ્રચંડ વિજય મળ્યો છે તેની ઉજવણી કરવા દિલ્હીમાં સાંજે સાડા પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટનગરના ભાજપના વડામથકે પહોંચશે અને અહીં તેઓ કાર્યકર્તાઓને તેમજ ગુજરાતને સંબોધશે

હાઉ’સ ધ જોશ... ગુજરાત
મજુરા બેઠક પરથી વિજેતા બનેલા ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ભાજપની પ્રચંડ જીત પર ટવીટ કરીને હાઉ’સ ધ જોશ ગુજરાત તેવું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.



દ્વારકા બેઠક 8 રાઉન્ડનાં અંતે સ્થિતિ
દ્વારકા બેઠક ઉપર આઠમા રાઉન્ડનાં અંતે ભાજપના પબુભા 35627 મત સાથે આગળ : કોંગ્રેસના કુંડારીયાને 22285 મતો મળ્યા : જીત તરફ આગળ વધતા ભાજપના પબુભા

ખંભાળિયા બેઠક 6- રાઉન્ડ સ્થિતિ
ખંભાળિયા બેઠક ઉપર છ રાઉન્ડનાં અંતે 18998 મત સાથે ‘આપ’નાં ઈશુદાન હજુ આગળ: ભાજપનાં મુળુભાઈ બેરાને 11649 મતો અને કોંગ્રેસનાં માડમને 12957 મતો મળ્યા

અમદાવાદમાં જમાલપુર-ખાડીયા સિવાય તમામ બેઠકો પર ભાજપ આગળ : કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા ફક્ત ટક્કર આપે છે
કોણ ક્યા જીતે છે 
સાવલી-કેતન ઇનામદાર-ભાજપ
વડોદરા સિટી-મનીષાબેન વકીલ-ભાજપ
માંજલપુર-યોગેશ પટેલ-ભાજપ
આકોટા-ચૈતન્ય દેસાઈ-ભાજપ
પાદરા-ચૈતન્યસિંહ ઝાલા-ભાજપ
ડભોઇ-શૈલેષ મહેતા-ભાજપ
સયાજીગંજ-કેયુર રોકડીયા-ભાજપ
ગાંધીનગર દક્ષિણ-અલ્પેશ ઠાકોર
સુરત મજુરા-હર્ષ સંઘવી
કરજણ-અક્ષય પટેલ-ભાજપ
વિરમગામ-હાર્દિક પટેલ-ભાજપ
વેજલપુર-અમીત ઠાકર-ભાજપ
રાવપુરા-બાલુ શુક્લા-ભાજપ
જમાલપુર ખાડીયા-ઇમરાન ખેડાવાલા-કોંગ્રેસ
સાણંદ-કનુ પટેલ-ભાજપ
વટવા-બાબુસિંહ જાધવ-ભાજપ
એલીસબ્રીજ-અમિત શાહ-ભાજપ
નારણપુરા-જીતેન્દ્ર પટેલ-ભાજપ
નિકોલ-જગદીશ પંચાલ-ભાજપ
નરોડા-પાયલ કુકરાણી-ભાજપ
ઠક્કરબાપા નગર-કંચનબેન-ભાજપ
બાપુનગર-દિનેશ કુશ્વાહા-ભાજપ
અમરાઈવાડી-હસમુખ પટેલ-ભાજપ
દરિયાપુર-કૌશિક જૈન-ભાજપ
મણીનગર-અમુલ ભટ્ટ-ભાજપ
દાણીલીમડા-નરેશ વ્યાસ-ભાજપ
સાબરમતી-હર્ષદ પટેલ-ભાજપ
અસારવા-દર્શના વાઘેલા-ભાજપ
દસક્રોઇ-બાબુ જમના પટેલ-ભાજપ
ધોળકા-કિરીટ ડાભી-ભાજપ
ધંધુકા-કાળુ ડાભી-ભાજપ
નડીયાદ-પંકજ દેસાઈ-ભાજપ
શહેરા-જેઠા ભરવાડ-ભાજપ



Related News

Advertisement
Advertisement
Advertisement