(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 8
ભાવનગર જિલ્લાની વિધાનસભાની 7 બેઠક પૈકી શહેરની તમામ સહિત પાંચ બેઠક પર ભાજપના ઉમેદવારો લીડ કરી રહ્યા છે. તેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી માઇનસ મત કાપીને મોડેથી આગળ નીકળી ગયા હતા.
ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડયા, ભાવનગર પશ્ચિમમાં ઉમેદવાર જીતુભાઇ વાઘાણી, ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર પરષોત્તમભાઈ સોલંકી, મહુવાના ઉમેદવાર શિવભાઈ ગોહિલ આગળ અને તળાજા ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણ આગળ રહ્યા હતા. સવારે 10 વાગ્યે ગારીયાધારમાં આપના ઉમેદવાર સુધીરભાઇ વાઘાણી આગળ હતા.
તો મહુવાની બેઠક પર 4 રાઉન્ડના અંતે કોંગ્રેસના કનુભાઇ કલસરીયાને 11393, ભાજપના શિવાભાઇ ગોહેલને 18466 મત મળતા ભાજપને 7073 મતની લીડ છે.