ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત ભારતની 6 નારીઓ

08 December 2022 12:07 PM
India Woman World
  • ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત ભારતની 6 નારીઓ

100 નારીઓની યાદીમાં યુરોપીય આયોગની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન: ભારતની રોશની નાદર, માધવી પુરી બુચ, સોમા મંડલ, કિરણ મજૂમદાર શો, ફાલ્ગુની નાયરનો શક્તિશાળી મહિલાના લિસ્ટમાં સમાવેશ

ન્યુયોર્ક (અમેરિકા) તા.8
ફોર્બ્સની દુનિયાની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત બાયોકોનની કાર્યકારી ચેર પર્સન કિરણ મજમૂદાર શો અને નાઈકાની સંસ્થાપક ફાલ્ગુની નાયર સહિત 6 ભારતીય મહિલાઓને જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને સતત ચોથી વાર આ યાદીમાં જગ્યા બનાવી છે.

ઉર્સુલા ટોચ પર: દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં યુરોપીયન આયોગની અધ્યક્ષ ઉર્સુલા વોન 32 લેયેન સૌથી ઉપર છે. યુક્રેન યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્વ અને કોરોના મહામારીનો સામનો કરવાના પ્રયાસ માટે તેમને આ મુકામ મળ્યો હતો. જયારે યુરોપીય સેન્ટ્રલ બેન્કની અધ્યક્ષ ક્રિસ્ટીન લેગાર્ડને બીજા અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ત્રીજા સ્થાને રહી છે.

6 ભારતીય મહિલાઓ
ફોર્બ્સની યાદીમાં સમાવેશ પામેલી વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં ભારતની નાણામંત્રી નિર્મલા સીતારામન 36 ક્રમે, રોશની નાદર મલ્હોત્રા, એચસીએલ ટેકની ચેરપર્સન 53માં ક્રમે, માધવી પુરી બુચ, સેબીની ચેરપર્સન 54માં ક્રમે, સોમા મંડળ, સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની ચેરપર્સન 67માં ક્રમે, કિરણ મજૂમદાર શો, બાયકોનની કાર્યકારી ચેરપર્સન 72માં ક્રમે અને નાઈકાની ફાલ્ગુની નાયર 89માં ક્રમે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement