નવીદિલ્હી તા.8
આરબીઆઈએ જણાવ્યું હતું કે જો ગ્રાહકે ઈ-કેવાયસી કરાવી લીધુ છે કે પછી આપના ગ્રાહકને જાણો (કેવાયસી) પ્રક્રિયાને સી-કેવાયસી પોર્ટલ પર પૂરી કરી લીધી છે તો તેને શાખા સ્તર પર ચકાસણી કરવા અને માહિતી અદ્યતન કરવા માટે ન કહેવું જોઈએ.
આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે બેન્કોના જે ગ્રાહકો કેવાયસી ચકાસણી ઓનલાઈન પૂરી કરાવી લે છે તો તેઓ દર વર્ષ જાણકારીમાં ફેરફાર અને વ્યકિતગત વિવરણમાં ફેરફાર પણ ઓનલાઈન રીતે કરાવી શકે છે.
દાસે વધુમાં જણાવ્યું હતું કે આવા ગ્રાહકો પર વેરિફિકેશન કે માહિતી અપડેટ કરવા માટે શાખામાં આવવાનું દબાણ ન કરી શકાય.