ગાંધીધામ તા.7 : બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પો.ઈ. એસ.ડી. સિસોદીયા અંજાર દ્વારા પ્રોહી. બુટલેગર મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વાળા વિરુધ્ધ અંજાર પો.સ્ટે.માં પ્રોહી. ના ગુનાઓ દાખલ થયેલ હોય તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા એમ.એમ. જાડેજા પો.ઈ. એલસીબી તથા તેની ટીમ દ્વારા ઉપરોકત ઈસમને પાસા તળે અટકાયતમાં લઈ લાજપોર જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે.