લોકસાહિત્યકાર દેવાયત ખવડનો આતંક: યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા: હત્યાના પ્રયાસનો ગુનો

08 December 2022 12:29 PM
Rajkot Crime
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડનો આતંક: યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા: હત્યાના પ્રયાસનો ગુનો
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડનો આતંક: યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા: હત્યાના પ્રયાસનો ગુનો
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડનો આતંક: યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા: હત્યાના પ્રયાસનો ગુનો
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડનો આતંક: યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા: હત્યાના પ્રયાસનો ગુનો

► ગત બપોરે ગરાસિયા યુવાન પોતાના ઘેર જવા માટે નીકળ્યો કે રસ્તા પર જ આંતરી દેવાયત ખવડ અને એક અજાણ્યો શખ્સ લોખંડના પાઈપથી તૂટી પડ્યા: યુવાનના મામાના ઘર પાસે જ દેવાયત ખવડનું ઘર હોય ત્યાં પાર્કિંગ બાબતે વર્ષોથી ચાલ્યો આવતો ડખ્ખો વકર્યો

એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતાં દેવાયત ખવડ સહિતનાની શોધખોળ

રાજકોટ, તા.8
‘રાણો રાણાની રીતે’ના ડાયલોગથી ફેમસ થઈ ગયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ હવે જાણે કે આતંક ઉપર ઉતરી આવ્યા હોય તેવી રીતે ગતબપોરે રાજકોટના સર્વેશ્વર ચોક પાસે ગરાસિયા યુવાનને લોખંડના પાઈપથી બેફામ માર મારતાં યુવાનના હાથ-પગ ભાંગી ગયા છે. આ પછી પોલીસે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક અજાણ્યા હુમલાખોર અને દેવાયત સાથે કાર ચલાવીને આવનાર ડ્રાયવર સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે ઘાયલ યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નં.9માં રહેતા અને પ્રેસનું કામકાજ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.30) ગત બપોરે યાજ્ઞિક રોડ પર આવેલી પોતાની ઑફિસનું કામકાજ પતાવી દોઢેક વાગ્યાના અરસામાં ઘેર જવા માટે સર્વેશ્વર ચોકમાં પડેલી પોતાની ગાડી પાસે પહોંચ્યો કે અચાનક જ નંબર પ્લેટ વગરની સ્વિફટ કાર તેની પાસે ધસી આવી હતી.

આ પછી મયુરસિંહ કંઈ સમજે-વિચારે તે પહેલાં જ કારમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો માણસ લોખંડના પાઈપ સાથે મયુરસિંહપર તૂટી પડ્યા હતા. આ બન્નેએ પાઈપ વડે પગ ઉપર હુમલો કરીને મયુરસિંહને જમીન પર પછાડી દીધો હતો અને ત્યારબાદ પણ હુમલા કરવાનું યથાવત રાખ્યું હતું. ત્યારબાદ બચવામાટે મયુરસિંહે હાથ આડો નાખતા તેના ઉપર પ્રહાર થવાથી હાથ પણ ભાંગી ગયા હતા. મરણતોલ માર માર્યા બાદ દેવાયત ખવડ અને તેની સાથે રહેલો એક શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

મયુરસિંહ રાણાએ જણાવ્યું કે, દેવાયત ખવડ વિરુદ્ધ મને જાનથી મારી નાખવાની ધમકી બાબતે મેં અરજી કરી હતી પરંતુ તેમાં કશું કાર્યવાહી થઈ નહોતી. આ બનાવ બનવાનું મુખ્ય કારણ મારા મામા રાજકોટ રવિરત્ન પાર્ક-55-અ ખાતે દેવાયત ખવડની બાજુમાં રહેતાં હોય અને પાર્કિંગ બાબતે એકાદ વર્ષ પહેલાં દેવાયત ખવડ સાથે મારે બોલાચાલી થઈ હતી. ત્યારથી તેણે મારી ઉપર ખાર રાખ્યો હતો અને છાશવારે મારી નાખવાની ધમકી આપતો હતો.

એ-ડિવિઝન પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદ બાદ દેવાયત ખવડ, તેની સાથે રહેલો અજાણ્યો હુમલાખોર અને સ્વિફ્ટ કાર લઈને આવેલા ડ્રાયવર સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. બનાવ બન્યા બાદ પોલીસે દેવાયત ખવડના ઘર-ઑફિસ સહિતના સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા પરંતુ તે હાથમાં આવ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement