રાજકોટમાં પરિણીતાનો હાથ પકડી ફ્લેટ ખાલી કરી દેવા ધમકી:બે શખ્સો સામે ગુન્હો નોંધાયો

08 December 2022 12:33 PM
Rajkot Crime
  • રાજકોટમાં પરિણીતાનો હાથ પકડી ફ્લેટ ખાલી કરી દેવા ધમકી:બે શખ્સો સામે ગુન્હો નોંધાયો

પતિના ભાગીદારનો પુત્ર અને ફુવાએ આવી પરિણીતા સાથે ગાળાગાળી કરી છેડતી કરતા 100 નંબર પર કોલ કરી પોલીસવેન બોલાવવી પડી:બંને શખ્સોની શોધખોળ

રાજકોટ,તા.8
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા એક 40 વર્ષીય મહિલાની હાથ પકડી છેડતી કરી ફ્લેટ ખાલી કરી નાખવાની આપ્યાની ઓમ મહેશ રૈયાણી અને વિકાસ વિરડીયાનું નામ આપતા તેમની સામે 354,452,504 અને 114 હેઠળ કાર્યવાહી કરી એ.એસ.આઈ ગીતાબેન પંડ્યા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહુ છુ અને ઘરકામ કરૂ છુ અને મારા પતિ વિડીયો શુટીંગનું કામકાજ કરે છે અને મારે એક પુત્ર છે અને ચારેક વર્ષથી અહીંયા રહીએ છીએ.ગઈકાલ તા.07/12 ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ હુ મારા ઘરે મારા દિકરા સાથે હાજર હતી અને કપડા ધોઈ રહી હતી અને મારા ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે પતિના ભાગીદાર મહેશભાઈના દિકરા ઓમ અને તેની સાથે એક અન્ય વ્યક્તિ મારા ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે કોણ છે અહિં? તેમ કહેતા હુ મારા મકાનના હોલમાં આવી.

આ સમય દરમિયાન આ ઓમની સાથે આવેલ શખ્સે મારો હાથ પકડીને ખેંચેલ અને મને કહેલ કે આ ફ્લેટ ખાલી કરો તમને બે વર્ષથી ખાલી કરવાનુ કીધું છે તેમ કહી મારી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી મે તેને શાંતીથી વાત કરવાનુ કહેતા મહેશભાઈના દિકરા ઓમે ઉશ્કેરાઈ મને કહેવા લાગ્યો કે તને કોઈ નાક શરમ છે કે નહિ અમારો ફ્લેટ રાખી બેઠા છો.

જેથી આ ઓમની સાથે આવેલ શખ્સને મારા પતિ સાથે ફોન કરી વાત કરાવી તેમ છતા આ શખ્સ મને તથા મારા પતિને ગાળો આપવા લાગ્યા અને ઓમે પણ મને અત્યારે જ ફ્લેટ ખાલી કરી જતા રહેવાનુ કહી ગાળો આપવા લાગ્યા હતા.જેથી મે મારા પડોશમાં રહેતા વીપુલભાઈને બોલાવ્યા અને આ વીપુલભાઈએ આવી આ ઓમ તથા તેની સાથે આવેલ શખ્સની પુછપરછ કરતા આ ઓમે તેની સાથે આવેલ શખ્સ તેના ફુવા વિકાસભાઈ વીરડીયા હોવાનુ કહ્યું હતું.

આ સમય દરમીયાન આ વિકાસભાઈએ મારા જેઠ ભુપતભાઈને ફોન કર્યો હતો અને તેને પણ ફોનમાં ગાળો આપી હતી.જેથી મે 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવી અને માલવીયા પોલીસ મથકે આવી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement