રાજકોટના બાલાજી હોલ પાસે પ્રજાપતિ યુવકને સમાધાન માટે બોલાવી બે શખ્સનો છરીથી હુમલો

08 December 2022 12:34 PM
Rajkot Crime
  • રાજકોટના બાલાજી હોલ પાસે પ્રજાપતિ યુવકને સમાધાન માટે બોલાવી બે શખ્સનો છરીથી હુમલો

બપોરે મસ્તીમાં ગાળો આપવા મામલે રાત્રે નીરવને બોલાવી ભૂરો અને રાણો કોળી સહિતના શખ્સ છરી અને પાઈપથી તૂટી પડ્યા: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

રાજકોટીં તા.8
શહેરમાં મારમારીની ઘટના હવે રોજીંદી બનતી જાય છે. પોલીસનો ખૌફ ન રહ્યો હોય તેમ ગમે ત્યારે છરી અને પાઈપથી જીવલેણ હુમલાના બનાવો બનતા રહે છે. ગતરાત્રીના બાલાજી હોલ પાસે પ્રજાપતિ યુવકને સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ છરી અને પાઈપથી હુમલો કરતાં યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની વિગત અનુસાર, 40 ફૂટ રોડ પર આવેલા ઓમનગર નજીક ગિરનાર સોસાયટીમાં રહેતાં નીરવ રવજીભાઈ રાવલ (ઉ.વ.31) બાલાજી હોલ પાસે આવેલ ગોપાલ ટી સ્ટોલમાં નોકરી કરે છે અને ગતરોજ બપોરે તેની બાજુમાં ગેરેજ ધરાવતાં ભૂરા સાથે મસ્તી મસ્તીમાં સામસામી ગાળો આપી હતી.જે બાદ ભૂરાએ રાત્રીના નિરવને સમાધાન માટે બોલાવી ભૂરો અને તેની સાથેના રાણો કોળી અને અન્ય એક અજાણ્યાં શખ્સે ઝઘડો કરી છરી અને પાઈપથી હુમલો કર્યો હતો.

જેમાં યુવકને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement