રાજકોટ, તા. 8
ધોરાજી બેઠકના કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય લલિત વસોયા સવારે 10.10 કલાકે પોતાની હાર સ્વીકારીને મતગણના કેન્દ્ર છોડીને ચાલ્યા ગયા હતા. આ બેઠક પર પણ ભાજપે સરપ્રાઇઝ નામની જેમ પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલીયાને ટીકીટ આપી હતી. જેમનો સરળ વિજય થયો હતો. લલીત વસોયાએ જાહેરમાં મીડીયા સાથેની વાતચીતમાં હાર સ્વીકારી લીધી હતી.