કચ્છમાં અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ: અન્ય તમામ બેઠકોમાં ભાજપની લીડ

08 December 2022 12:48 PM
kutch Politics Rajkot Saurashtra
  • કચ્છમાં અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ: અન્ય તમામ બેઠકોમાં ભાજપની લીડ

પ્રદ્યુમનસિંહ જાડેજા હાર ભણી: ‘આપ’ના કૈલાસ ગઢવીનો ધબડકો

વિધાનસભા ચૂંટણીમાં કચ્છની છ બેઠકોમાં એક બેઠક પર કોંગ્રેસ જબરી લડત આપી રહી છે. અબડાસામાં કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપની ટિકીટ પર પેટાચૂંટણીમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના ઉમેદવાર મહમદ જુંગ 6 હજાર મતથી આગળ છે જયારે રાપર વિધાનસભા બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી છીનવી લેશે તેવા સંકેત છે અને ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા આઠમા રાઉન્ડના અંતે 8544 મતે આગળ છે.

ગાંધીધામ બેઠક પર ભાજપના સીટીંગ ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરી પણ 4 હજારથી વધુ મતે આગળ છે. માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે પાંચમા રાઉન્ડના અંતે 9 હજારથી વધુ મતે આગળ છે.

આ બેઠક પર ‘આપ’ના કૈલાસદાન ગઢવીને ફકત 3663 મત મળ્યા છે. અંજાર વિધાનસભા બેઠક પર ભાજપના ત્રીકમ છાંગા 9 હજારથી વધુ મતે જીતી રહ્યા છે અને આ બેઠકમાં હવે પરિણામ નિશ્ર્ચિત છે.


Related News

Advertisement
Advertisement
Advertisement