નવી દિલ્હી,તા. 8
ગુજરાત અને હિમાચલની સાથે યોજાઈ ગયેલી પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો અને ઉતરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠકમાં ચાલી રહેલી મતગણતરીમાં સ્વ. મુલાયમસિંહ યાદવની વારસા જેવી બેઠક પર જબરો જંગ ચાલી રહ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ધર્મપત્ની ડીમ્પલ યાદવ હાલ ભાજપના ઉમેદવાર કરતા આગળ વધી રહ્યા છે.
જ્યારે યુપીમાં જ સમાજવાદી પક્ષના નેતા આઝમખાનની રામપુર બેઠક તેમની વિધાનસભ્ય પદ રદ થતા જે પેટાચૂંટણી યોજાઇ છે તે ભાજપના આકાશ સકસેના તેમના પ્રતિસ્પર્ધી આગળ ચાલી રહ્યા છે. બિહારમાં કુધની ધારાસભા બેઠક પર ભાજપને સરસાઈ મળી છે.
આ જ રીતે ઓડિસાની પદમપુરમાં બીજુ જનતાદળ, રાજસ્થાનની સરદાશહરમાં કોંગ્રેસ અને ઉતરપ્રદેશની ખતોલીમાં ભાજપ તેમજ છતીસગઢની ભાનુપ્રતાપપુરમાં કોંગ્રેસને સરસાઈ મળી છે.