વેરાવળ : બે યુવાનો ડ્રગ્સ મુંબઇથી લાવ્યાનું ખુલ્યું

08 December 2022 01:00 PM
Veraval Crime
  • વેરાવળ : બે યુવાનો ડ્રગ્સ મુંબઇથી લાવ્યાનું ખુલ્યું

બે શખ્સો રૂા.6.15 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયા હતા : આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ

વેરાવળ, તા. 8
વેરાવળમાં પ્રથમ વખત 57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ રૂા.6.15 લાખના મુદામાલ સાથે બે યુવાનોને એસ.ઓ.જી. ની ટીમે બાતમીના આધારે ગત રાત્રીના ઝડપી પાડ્યા છે. આ બંન્ને યુવાનો સામે પ્રભાસ પાટણ પોલીસમાં ગુન્હો નોંધી રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરેલ છે.

આ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ગત રાત્રીના વેરાવળ બાયપાસ ઉપર આવેલ એક હોટલે અમુક યુવાનો ડ્રગ્સનું વેંચાણ કરવા પહોંચી રહ્યા હોવાની બાતમી એસ.ઓ.જી. ના નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇ વંશને બાતમી મળેલ જેના આધારે એસ.ઓ.જી. પી.આઇ. એ.બી. જાડેજા, એલ.સી.બી. પી.આઇ. એ.એસ.ચાવડા, પ્રભાસ પાટણના પો.ઇન્સ. એસ.પી.ગોહીલ, એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા, કેતનભાઇ જાદવ, ઇબ્રાહીમશા બાનવા, નરવણસિહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, નારણભાઇ ચાવડા, એલ.સી.બી. ના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, એસ.ઓ.જી. ના પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ. મેહુલસિહ પરમાર, પો.કોન્સ. અમુભાઇ શીયાળ, પ્રભાસ પાટણ ના પો.કોન્સ. સંજયસિંહ કાગડા, સાયબરસેલ પો.કોન્સ. રાહુલભાઇ નકુમ, વુમન પો.હેડ કોન્સ. અસ્મિતાબેન ચાવડા,

એ.એસ.આઇ. ભુપતગીરી મેઘનાથી સહીતના સાથે રાત્રીના જ વેરાવળ બાયપાસ ઉપર આવેલ હોટલ મહાકાળી પાસે વોચમાં રહેલ ત્યારે એક્ટીવામાં આવી રહેલ શબ્બીર ઈકબાલ જમાદાર ઉ.વ.40 રહે. અજમેરી સોસાયટી અને ઉબેદ ઈરફાન સોરઠીયા ઉ.વ.26 રહે.સંજરી પાર્ક, અક્ષા મસ્જીદની બાજુમાં વાળા શંકાસ્પદ જણાયા હતા જેથી બંન્નેને રોકાવીને તપાસ કરતા તેઓના કબ્જામાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સનો જથ્થો અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળી આવ્યો હતો. આ એમ.ડી.ડ્રગ્સનો જથ્થાનું વજન 57.350 ગ્રામ જેટલું થયેલ જેની બજાર કિંમત રૂા.5,73,500 જેટલી થાય છે. આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં જપ્ત મુદામાલ સાથે બંન્ને યુવાનો સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.

વધુમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, પકડાયેલા બંન્ને આરોપીઓ ઉબેદ અને શબ્બીરની પ્રાથમિક પુછપરછમાં મુંબઇ ખાતે રહેતા અબુબકર અમીર હુસેનશા પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈ આવેલ હતા અને બે દિવસ પુર્વે જ ટ્રેન મારફત બંન્ને વેરાવળ આવ્યા હતા. અહીં ડ્રગ્સનું વેંચાણ કરવા ગત રાત્રીના બાયપાસ ઉપર ફરી રહેલ ત્યારે જ બાતમીના આધારે પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. આ બંન્નેને રીમાન્ડ ઉપર લેવા માટે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની હક્કીત બહાર લાવવા પોલીસની એક ટીમ ને મુંબઈ રવાના કરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement