♦ હવે એફડી વ્યાજ દર 7.5 ટકાથી વધીને 7.85 ટકા થઈ શકે છે
નવીદિલ્હી, તા.8
આરબીઆઈ જે રીતે રેપો રેટમાં વધારા કરી રહી તેથી ફિકસ્ડ ડિપોઝીટ (એફડી)માં રોકાણ કરવા ઈચ્છુક લોકો ઘણા ખુશ છે. મે 2022થી શરૂ થયેલ દરોમાં વધારાની ગતિમાં કોઈ ઘટાડો નજરે નથી પડતો અને હવે આરબીઆઈએ ફરી રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.
રેપો દરમાં તાજેતરના વધારાને જોડી દેવાથી આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 2.55 ટકાનો વધારો થયો છે. એક અહેવા પ્રમાણે રેપો દરમાં વધારાથી એફડીના વધતા વ્યાજ દરને વધુ ગતિ આપે છે.
ઓછા એફડી વ્યાજ દરોનો સમય હવે ચોકકસપણે પાછળ રહી ગયો છે અને એફડી રોકાણકાર આગળ વધુ સારા દિવસોની આશા રાખી શકે છે. હવે એફડીનો વ્યાજ દર 7.5 ટકાથી વધીને 7.85 ટકા થઈ જશે. આનો અર્થ એ છે કે પાંચ વર્ષ માટે દર એક લાખ રૂપિયાની એફડી પર વ્યાજ તરીકે 2511 રૂપિયા વધુ મળે.