જામનગર ઉત્તર બેઠકના ત્રિ-પાંખિયા જંગમાં ભાજપનાઉમેદવાર રિવાબા જાડેજા ભવ્ય અને નિશ્ચીત જીત ભણી

08 December 2022 01:47 PM
Jamnagar
  • જામનગર ઉત્તર બેઠકના ત્રિ-પાંખિયા જંગમાં ભાજપનાઉમેદવાર રિવાબા જાડેજા  ભવ્ય અને નિશ્ચીત જીત ભણી

કરશનભાઇના ઝાડુએ બિપેન્દ્રસિંહના હાથને પછાડયા

જામનગર તા.8: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની નજર જે બેઠક ઉપર મંડાઇ છે તે 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા તમામ હરીફ ઉમેદવારોને પાછળ રાખી સન્માનજનક સરસાઇથી જીત મેળવવા તરફ આગળ વધી રહ્યા છે. 6 રાઉન્ડના અંતે તેઓ 30,775 મત મેળવી તેના નજીકના હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના કરશનભાઇ કરમુર કરતા 18,981 મતે આગળ ચાલી રહ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા 9,798 મત સાથે ત્રીજા નંબરે પહોંચ્યા હતા.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર તા.1 ડિસેમ્બરના રોજ 230 બુથ ઉપર 57.82 ટકા મતદાન થયું હતું. 1,52,335 લોકોએ મતદાન કર્યુ હતું. આજે જામનગરની હરિયા કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી આ બેઠકની મતગણતરી શરૂ થઇ હતી. પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઇ કરમુર 4,582 મત મેળવી પ્રથમ નંબરે રહ્યા હતા. જયારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને 2,976 મત તથા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા 2,431 મત સાથે ત્રીજા નંબરે રહ્યા હતા. આમ પ્રથમ રાઉન્ડના અંતે આપના ઉમેદવાર કરશન કરમુર 1606 મતે આગળ હતા.

આ બેઠકમાં બીજા રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા આગળ નિકળી ગયા હતા. તેઓને 8,671 મત મળ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઇ કરમુર 1346 મતના વધારા સાથે 5,928 મતે પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા 1242 મત લઇ કુલ 4,218 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આમ બીજા રાઉન્ડ અંતે ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા 2,743 મતે આગળ રહ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાને 6,234 મત મળતા તેઓને મળેલા કુલ મતની સંખ્યા 14,905 થઇ હતી.

જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઇ કરમુરને 1307 મત મળતા તેઓના મતની કુલ સંખ્યા 7,235 થઇ હતી. જયારે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા 1070 મત મેળવી કુલ 5,288 મતે પહોંચ્યા હતા. આમ ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાની સરસાઇ 7,670 મતની થઇ ગઇ હતી. અહીંથી રિવાબાની જીતનો પાયો દરેક રાઉન્ડના અંતે મજબુત થતો ગયો હતો. ચોથા રાઉન્ડ પછી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાને 5,713 મતના વધારા સાથે મળેલા કુલ મતની સંખ્યા 20,618 થઇ હતી.

જયારે નજીકના હરીફ આપના ઉમેદવાર કરશનભાઇ કરમુરના મત 1358 વધીને કુલ 8,591 થયા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના મતમાં 1759નો વધારો થતા તેમને મળેલા કુલ મતની સંખ્યા 7,047 થઇ હતી. આમ ચાર રાઉન્ડના અંતે રિવાબા જાડેજાની લીડ 12027 થઇ ગઇ હતી. પાંચમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજો 5,526 મત મળ્યા હતા. જયારે આપના કરશન કરમુરને 693 અને કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાને 730 મત મળ્યા હતા. પાંચ રાઉન્ડના અંતે રિવાબાના કુલ મત 26,144, કરશનભાઇ કરમુરના કુલ મત 9,284, જયારે બિપેન્દ્રસિંહ જાડેજાના કુલ મત 7,777 થયા હતા. આમ પાંચ રાઉન્ડના અંતે રિવાબાની લીડ વધીને 16,860 મતની થઇ ગઇ હતી.

છઠ્ઠા રાઉન્ડમાં રિવાબાને 4,831 કરશનભાઇ કરમુરને 2,510 જયારે બિપેન્દ્રસિંહ જાડેજાને 2,021 મત મળ્યા હતા. આ રાઉન્ડ પુરો થતા રિવાબાના કુલ મત 30,775, કરશનભાઇના કુલ મત 11,794 અને બિપેન્દ્રસિંહના કુલ મત 9,798 થયા હતા. છ રાઉન્ડ પછી રિવાબાની કુલ લીડ વધીને 18,981એ પહોંચી ગઇ હતી. સાતમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાને 3,544 મત મળતા તેઓને મળેલ મતની કુલ સંખ્યા 34,319 થઇ હતી. આપના ઉમેદવાર કરશનભાઇ કરમુરને 3,611 મત મળતા તેમને મળેલા મતની કુલ સંખ્યા 15,405 થઇ હતી.

જયારે કોંગ્રેસને બિપેન્દ્રસિંહને 1991 મત મળતા તેમના મતની કુલ સંખ્યા 11,789 થઇ હતી. આમ આ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા કરશનભાઇ કરતા 18,914 મતે આગળ ચાલી રહ્યા હતા. આઠમાં રાઉન્ડમાં ભાજપના રિવાબાને 4,548 મત મળતા તેમના કુલ મતની સંખ્યા 38,867 થઇ હતી. જયારે આપના કરશનભાઇને 3,642 મત મળતા તેમના કુલ મતની સંખ્યા 19,047 થઇ હતી. જયારે કોંગ્રેસના બિપેન્દ્રસિંહને 608 મત મળતા તેમના કુલ મત 12,397 થઇ હતા. આમ આઠ રાઉન્ડના અંતે ભાજપના રિવાબાની સરસાઇ વધીને 19,820એ પહોંચી હતી.


Advertisement
Advertisement
Advertisement