હાલારનો ઇતિહાસ બદલતી જામનગર દક્ષિણ બેઠક

08 December 2022 01:49 PM
Jamnagar
  • હાલારનો ઇતિહાસ બદલતી જામનગર દક્ષિણ બેઠક

ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી 60 હજાર કરતા પણ વધુ લીડ મેળવી સૌરાષ્ટ્રમાં છવાયા: રાજકીય ગુરૂ પૂર્વ મંત્રી આર.સી.ફળદુ કરતા પણ સાડા ત્રણ ગણી લીડ મેળવી લીધી: કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાએ માંડ ડિપોઝીટ બચાવી જયારે આપનો સાવરણો વેરવિખેર થયો

જામનગર તા.8: જામનગર શહેરમાં ભાજપનો ગઢ ગણાતી 79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના સ્થાને તેમના નિકટના ટેકેદાર ગણાતા કોર્પોરેટર દિવ્યેશ અકબરીએ તેમના ગુરૂ કરતા ઘણી જંગી લીડ મેળવી જામનગર જિલ્લામાં ઇતિહાસ રચ્યો છે. ભૂતકાળમાં જામનગર કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ મળીને 7 બેઠકમાં કોઇ ઉમેદવારને આજ સુધી ન મળી હોય તેટલી ધીંગી સરસાઇ હાંસલ કરી છે. આ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમીના ઉમેદવારો ડિપોઝીટ બચાવવા ઝઝુમી રહ્યા છે.

જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર તા.1 ડિસેમ્બરના રોજ 197 બુથ ઉપર 57.27 ટકા મતદાન થયું હતું. 1,32,144 લોકોએ મતદાન કર્યુ હતું. આજે જામનગરની હરિયા કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી આ બેઠકની મતગણતરી શરૂ થઇ હતી. પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના દિવ્યેશભાઇ અકબરીને 8,846, કોંગ્રેસના મનોજ કથિરીયાને 763 અને આમ આદમી પાર્ટીના વિશાલ ત્યાગીને 920 મત મળતા દિવ્યેશભાઇ 7,926 મતે આગળ રહ્યા હતા. આ બેઠકમાં બીજા રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી ફરી આગળ જ રહ્યા હતા. તેઓને 8,381 મત મળ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગી 943 મતના વધારા સાથે 1863 મતે પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયા માત્ર 575 મત મેળવી કુલ 763 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

આમ બીજા રાઉન્ડ અંતે ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇ 15,368 મતે આગળ રહ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઇને 6,891 મત મળતા તેઓને મળેલા કુલ મતની સંખ્યા 24,122 થઇ હતી. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીને 1084 મત મળતા તેઓના મતની કુલ સંખ્યા 2,947 થઇ હતી. જયારે કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિયારી 751 મત મેળવી કુલ 2089 મતે પહોંચ્યા હતા. આમ ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અકબરીની સરસાઇ 21,175 મતની થઇ ગઇ હતી. આ સાથે તેઓની જીત નિશ્ર્ચિત બની ગઇ હતી.

ચોથા રાઉન્ડ પછી ભાજપના ઉમેદવાર અકબરીને 8,748 મતના વધારા સાથે મળેલા કુલ મતની સંખ્યા 32870 થઇ હતી. જયારે નજીકના હરીફ આપના ઉમેદવાર ત્યાગીને 479 મત મળતા કુલ 3,426 થયા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર કથિરીયાને મતમાં 481નો વધારો થતા તેમને મળેલા કુલ મતની સંખ્યા 2,571 થઇ હતી. આમ ચાર રાઉન્ડના અંતે દિવ્યેશભાઇની લીડ 29,444 થઇ ગઇ હતી. પાંચમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવારે દિવ્યેશભાઇ 7,948 મત મળ્યા હતા. જયારે આપના ત્યાગીને 324 અને કોંગ્રેસના કથિરીયાને 325 મત મળ્યા હતા.

પાંચ રાઉન્ડના અંતે અકબરીના કુલ મત 40,81, ત્યાગીના કુલ મત 3,750, જયારે કથિરીયાના કુલ મત 2,895 થયા હતા. આમ પાંચ રાઉન્ડના અંતે અકબરીની લીડ વધીને 37068 મતની થઇ ગઇ હતી. છઠ્ઠા રાઉન્ડમાં અકબરીને 6,498, ત્યાગીને 849 જયારે કથિરીયાને 1263 મત મળ્યા હતા. આ રાઉન્ડ પુરો થતા અકબરીના કુલ મત 47,309, ત્યાગીના કુલ મત 4,599 અને કથિરીયાના કુલ મત 4,161 થયા હતા. છ રાઉન્ડ પછી અકબરીની કુલ લીડ વધીને 42,709એ પહોંચી ગઇ હતી. સાતમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર અકબરીને 5,806 મત મળતા તેઓને મળેલ મતની કુલ સંખ્યા 53114 થઇ હતી.

આપના ઉમેદવાર કત્યાગીને 1235 મત મળતા તેમને મળેલા મતની કુલ સંખ્યા 5,834 થઇ હતી. જયારે કોંગ્રેસને 1609 મત મળતા તેમના મતની કુલ સંખ્યા 5,769 થઇ હતી. આમ આ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અકબરી ત્યાગી કરતા 47280મતે આગળ ચાલી રહ્યા હતા. આઠમાં રાઉન્ડમાં ભાજપના અકબરીને 2605 મત મળતા તેમના કુલ મતની સંખ્યા 55719 થઇ હતી. જયારે આપના ત્યાગીને 1305 મત મળતા તેમના કુલ મતની સંખ્યા 7,139થઇ હતી. જયારે કોંગ્રેસનાને 4,177 મત મળતા તેમના કુલ મત 9,946 થઇ હતા. આમ આઠ રાઉન્ડના અંતે ભાજપની સરસાઇ ઘટીને 45,776એ પહોંચી હતી.

નવમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 7,453, કોંગ્રેસના ઉમેદવારને 863 અને આપના ઉમેદવારને માત્ર 600 મત મળ્યા હતા. આથી ભાજપના ઉમેદવાર અકબરીની લીડ વધીને 52363એ પહોંચી હતી.
દસમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 4,726 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 227 મત મળ્યા હતા. જયારે આપને 1654 મત મળ્યા હતા. આથી ભાજપની લીડ વધીને 54812 થઇ હતી. અગિયારમાં રાઉન્ડમાં ભાજપને 4,443, કોંગ્રેસેને 2871 અને આપને 1483 મત મળ્યા હતા. ભાજપની લીડ વધીને 59384 મતની થઇ હતી.


Advertisement
Advertisement
Advertisement