ગુજરાતમાં સરકાર રચવા માટેનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવી ઉપરાંત ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ધર્મેન્દ્ર માલવિયા, તથા વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરીયા પરાજીત થયા છે.
જો કે રાજ્યમાં આમ આદમી પાર્ટી છ બેઠકો પર વિજેતા બને તેવા સંકેત છે. અને તેમા સૌરાષ્ટ્રમાં આ પક્ષને ઓછામાં એક કે બે બેઠક મળશે.