જામનગરમાં EVM ખુલતા કમળ ખિલ્યું-પંજો પટકાયો

08 December 2022 02:22 PM
Jamnagar Elections 2022 Gujarat Politics
  • જામનગરમાં EVM ખુલતા કમળ ખિલ્યું-પંજો પટકાયો

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી આજે જામનગરની હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ બહાર કાઢી કાઉટીંગ સેન્ટરના ટેબલો ઉપર ગોઠવાયા હતા. પોસ્ટલ મતની ગણતરી બાદ ઇવીએમના મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીના સુપરવિઝન માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘી તથા અન્ય અધિકારીઓ અને એસ.પી. પ્રેમસુખ ડેલુ મતગણતરી મથકે હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારના ટેકેદારો અને રાજકીય પક્ષના કાર્યકરો ઉમટી પડયા હતા.

સલામતી વ્યવસ્થા સાથે સંપૂર્ણ શાંતિભર્યા માહોલમાં મતગણતરીની કામગીરી બપોરે 2:15 કલાકે પુરી થયાની જાહેરાત કરાઇ હતી. જીત નિશ્ચિત બન્યા બાદ આખરી તબક્કામાં જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા સાથે આવી પહોંચ્યા હતા. જામજોધપુરની બેઠકમાં મોટો અપસેટ કરી આમ આદમી પાર્ટીનું જિલ્લામાં ખાતુ ખોલાવનાર હેમતભાઇ ખવાએ ટેકેદારો સાથે વિકટ્રીની નિશાની સાથે તસ્વીર ખેંચાવી હતી. (તસ્વીર: હિતેષ મકવાણા)


Related News

Advertisement
Advertisement
Advertisement