જામનગર ગ્રામ્યની બેઠક ઉપર ભાજપ સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલનો દબદબાભર્યો વિજય

08 December 2022 02:28 PM
Jamnagar Elections 2022
  • જામનગર ગ્રામ્યની બેઠક ઉપર ભાજપ સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલનો દબદબાભર્યો વિજય

બસપાના ઉમેદવાર કાસમભાઇ ખફીનો હાથી બીજા નંબરે જયારે આમ આદમી પાર્ટીના પ્રકાશ દોંગા ત્રીજા અને કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇ કુંભારવડીયા ચોથા નંબરે રહ્યા

જામનગર તા.8:
જામનગર ગ્રામ્યની બેઠક ઉપર ચોપ્યો જંગ રહ્યો હતો આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડીયા આમ આદમી પાર્ટીના પ્રકાશ દોંગા અને બહુજન સમાજ પાર્ટીના કાસમભાઈ ખપી વચ્ચે ચૂંટણીના આજ જંગમાં 14 ના રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને 28332 મતની લીડથી આગળ રહ્યા હતા જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કાસમભાઈ ખફી બીજા નંબરે 22,801 થી રહ્યા હતા આમ ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ દોંગા 20668 મત સાથે રહ્યા હતા અને ચોથા કલમ ઉપર કોંગ્રેસના જીવણભાઈ કુંભારવાડીયાને 13868 મત રહ્યા હતા.

હરિયા કોલેજ ખાતે આજે સવારે 8:00 વાગ્યે જામનગર 77 ગ્રામ્ય ની મતગણતરી નો પ્રારંભ થયો હતો જેમાં પ્રથમ ગ્રાઉન્ડમાં ભાજપના રાઘવજીભાઈ પટેલને 2680 મત, કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડિયા ને 1649 આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ ડુંગાની 1446 મત અને બહુજન સમાજ પાર્ટીના કાસમભાઈ આપીને 1093 મત મળ્યા હતા જ્યારે નોટોમાં 101 મતથી જ ખાતું ખોલાવ્યું હતું આમ પ્રથમ રાઉન્ડના અંતે રાઘવજીભાઈ ની લીડ 1031 થી શરૂ થઈ હતી.

બીજા રાઉન્ડમાં મતગણતરી ની અંદર રાઘવજીભાઈ પટેલને 2680 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ અને 1649 મત પ્રકાશભાઈ દોગાને 1446 મત અને બહુજન સમાજ પાર્ટીના કાસમભાઈ ખફીને 1093 મત મળ્યા હતા બીજા રાઉન્ડના અંતર 2879 મતની ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલની લીડ રહી હતી.

ત્રીજા રાઉન્ડમાં મતગણતરી ની અંદર ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને 6813 મત પ્રકાશભાઈ ડોંગા ને 3934 મત, જીવણભાઈ કુંભારવાડીયા ને 2543 મત અને બહુજન સમાજ પાર્ટીને એટલે કે કાસમભાઇ ખફીને 1536 મત મળ્યા હતા આમ. ત્રીજા રાઉન્ડના અંતે4732 મતની ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલની લીડ રહી હતી.

ચોથા રાઉન્ડમાં રાઘવજીભાઈ પટેલ 3,486 મત કેવણભાઈ કુંભારવાડીયા 555 મત કાસમભાઈને 296 મત અને પ્રકાશ ડોગને 2609 મત મળ્યા હતા ચોથા રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલ ભાજપના ઉમેદવારની 5609 મતની લીડ રહી હતી પાંચમા રાઉન્ડમાં ભાજપના રાધવજી પટેલને 5241 માં પ્રકાશ ડોંગા ને 1343 મત આપીને 1175 મત જ્યારે જીવણભાઈ માત્ર 419 મત મળ્યા હતા આમ પાંચમાં રાઉન્ડ રાઘવજી પટેલની લીડ 9477 પહોંચી હતી છઠ્ઠા રાઉન્ડની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને 3600 મત કાસમભાઈ ખફી ને 256 મત પ્રકાશ ને 965 મત જીવણભાઈ કુંભારવડિયા ને 784 મત મળ્યા હતા.

છઠ્ઠા રાઉન્ડના અંતે રાઘવજીભાઈ ની લીડ 12802 પહોંચી હતી સાતમા રાઉન્ડમાં રાઘવજીભાઈ 2206 મત અને આપને1516 મત અને જીવણભાઈ કુંભારવાડીયા ને 1446 મત મળ્યા હતા આ રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલ ની લીટ 12802 મતે પહોંચી હતી. આઠમાં રાઉન્ડની મતગણતરીમાં 5370 મત ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને મળ્યા હતા કાસમભાઇ ખફીને 1627 મત પ્રકાશભાઈને 1065 મત અને જીવણભાઈ કુંભારવાડીયા અને 578 મત મળ્યા હતા આ રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલની લીલી 17,107 પહોંચી હતી.

નવ મા રાઉન્ડ ની વાત કરીએ તો ભાજપના રાઘવજીભાઈ પટેલને 4,796 મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીને 1436 મત કોંગ્રેસના જીવણભાઈ 785 મત અને બહુજન સમાજ પાર્ટીના કાસમભાઈ ખપીને 475 મત મળ્યા હતા આમ નવમાં રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલની લીડ 20,467 માટે પહોંચી હતી દસમા રાઉન્ડમાં રાધજીભાઈ પટેલને 3,938 મત પ્રકાશભાઈ ડુંગર ની 1139 મત જીવણભાઈ 622 મત કાસમભાઈ ખફીને 480 મત મળ્યા હતા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ 23,266 મતથી આગળ રહ્યા હતા.

11માં રાઉન્ડમાં મતગણતરી ની અંદર ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને 4053 મત પ્રકાશભાઈ ને 1002 મત જ્યારે કાસમભાઇ ખફીને 3239 મત અને કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ 600 મત મળ્યા હતા આમ 11માં રાઉન્ડને અંતે રાઘવજીભાઈ પટેલની લીડ 26,317 એ પહોંચી હતી બારમાં રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલને આ રાઉન્ડમાં 3776 મત કાસમભાઈ કોપીને 2126 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડીયા અને પ્રકાશભાઈ ડુંગરને બંનેને 1216 મત 1216 મત મળ્યા હતા આમ 12 માં રાઉન્ડ અંતે રાઘવજીભાઈ ની લીંક 28,562 વતે પહોંચી હતી.

13મા રાઉન્ડ મતગણતરમાં કાસમભાઈને 4,570 મત પ્રકાશભાઈ 1823 મત ભાજપના રાઘવજીભાઈ પટેલને 1019 સી મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 1010 મત મળ્યા હતા આમ 13 માં રાઉન્ડમાં રાઘવજીભાઈ પટેલ ની લીડમાં ઘટાડો થયો હતો અને આ લીડ 25,201 પહોંચી હતી 14માં રાઉન્ડમાં અંદર ભાજપના ઉમેદવાર રાધવજીભાઈ પટેલને 3932 મત મળ્યા હતા તો આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ ડુંગાને 1600 મત મળ્યા હતા.

ત્યારે કોંગ્રેસના જીવણભાઈને 1497 મત મળ્યા હતા જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કાસમભાઈ ખપીને 671 મત મળ્યા હતા આમ 14 માં રાઉન્ડના અંતે ખફીને 22,130 મત જીવણભાઈ કુંભારવડિયા ને 13868 મત જ્યારે જાગોજીભાઈ પટેલને 51,133 મત અને આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ દોગાને 20,668 મળ્યા જ્યારે નોટોમાં 1,677 મત પડ્યા હતા આમ 14 માં રાઉન્ડના અંતે રાઘવજીભાઈ પટેલની લીધે 28,332 માટે પહોંચી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement