જામનગર તા.8: જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને સ્નેહમિલન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ વિદ્યાર્થીઓએ તારીખ 18 ડિસેમ્બર 2022 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ પૂરું નામ એડ્રેસ મોબાઈલ નંબર સાથે પહોંચાડી દેવા અનુરોધ કરાયો છે.
જામનગર જિલ્લા અને સમાજ જામનગર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમાજના બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તથા નુતન વર્ષ નિમિત્તે બ્રહ્મ પરિવારનો સુંદર કાર્યક્રમ યોજાશે આ સરસ્વતી સન્માન સમારંભમાં નર્સરી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ કે જેને 70% કે તેથી ઉપર ટકાવારી મેળવી છે કે તમામ વિદ્યાર્થીઓએ તારીખ 18 12 2022 સુધીમાં નીચે દર્શાવેલા સ્થળે પોતાની માર્કશીટ ની ઝેરોક્ષ વિદ્યાર્થીનું પૂરું નામ એડ્રેસ મોબાઈલ નંબર તેમજ મેળવેલ ટકાવારી સાથે પહોંચાડી દેવાની રહેશે.
જેમાં જામનગર શહેરમાં નયનભાઈ વ્યાસ મારુતિ એન્ટરપ્રાઇઝ માધવ દર્શન લાલ બંગલા જામનગર કિશોરભાઈ દવે જામજોધપુર યોગેશભાઈ ભટ્ટ સાધના કોલોની સુરેશભાઈ ત્રિવેદી રણજીતનગર ઉપેન્દ્રભાઈ વ્યાસ યુનિટ શોપિંગ સેન્ટર નિલેશભાઈ ઓઝા જગદીશભાઈ સવાણી સિક્કા હરીશભાઈ જોશી જોડીયા જયેશભાઈ ત્રિવેદી કાલાવડ સમીરભાઈ શુક્લા ધ્રોલ જયેશભાઈ તરૈયા લાલપુર માં આ ઝેરોક્ષ નગર વિદ્યાર્થીઓએ પહોંચાડવાની રહેશે તેમ જિલ્લાના મહામંત્રી ભાસ્કરભાઈ જોશી એ અખબારી યાદીમાં જણાવ્યું છે