એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં જામનગરના આગેવાનની હાજરી

08 December 2022 02:34 PM
Jamnagar
  • એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં જામનગરના આગેવાનની હાજરી

જામનગર તા.8: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું 68 મું રાષ્ટ્રીય અધિવેશન જયપુર, રાજસ્થાન ખાતે સંપન્ન થયું.આ રાષ્ટ્રીય અધિવેશન મા ભારત દરેક રાજય ના પ્રમુખ કાર્યકર્તાઓ પધાર્યાં હતાં. જેમાં સંગઠનાત્મક ઘોષણા કરવામાં આવી.આ ઘોષણા મા આપણા જામનગર ના કુશલ ભાઈ પ્રતાપભાઈ બોસમિયા ને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે જવાબદારી સોંપવામાં આવી.આવનાર સમયમાં શૈક્ષણિક અને વિદ્યાર્થી જગત માટે આ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય એ કેન્દ્ર સ્તર ના નિર્ણય લેવામાં અગત્ય નો ફાળો હોય છે.જેમાં જામનગર ના દરેક વિદ્યાર્થી માટે ગૌરવરૂપ છે.


Advertisement
Advertisement
Advertisement