મતગણતરી મથક પાસે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ

08 December 2022 02:36 PM
Jamnagar
  • મતગણતરી મથક પાસે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ

જામનગર તા.8: વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે તા.1-12-2022ના રોજ થયેલ મતદાનની ગણતરી તા.8-12-2022ના રોજ શ્રી હરિયા કોલેજ જામનગર ખાતે યોજનાર છે. ભારત નિર્વાચીન આયોગની સૂચના મુજબ મતગણતરી સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત રાખવામાં આવશે.મત ગણતરી સ્થળે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને મત ગણતરી સ્થળ ખાતે આવનાર સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવારો, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, મત ગણતરી એજન્ટોના વાહનો (ટુ વ્હીલર, શ્રી વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો) મોટી સંખ્યામાં આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ થવાની સંભાવના અને અવ્યવસ્થા સર્જાવાના પ્રશ્નો ન રહે તેને ધ્યાને લઈને પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે.

ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટો, મત ગણતરી સ્ટાફ તથા જાહેર જનતાએ ગોકુલનગર, જકાતનાકા, રેલવે ફાટક પાસે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના ગ્રાઉન્ડમાં પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. તેમજ અધિકારીશ્રીઓ, મીડિયા સ્ટાફ, ઉમેદવારો, કલેકટર કચેરી સ્ટાફ, આર. ઓ, એ. આર. ઓ. સ્ટાફે પોતાના વાહનો શ્રી જી. ડી. ગોઇંકા, પબ્લિક સ્કૂલ (સી. બી. એસ. સી. સ્કૂલ) હરિયા કોલેજની બાજુમાં ઇન્દિરા માર્ગ જામનગર ખાતે પાર્ક કરવાના રહેશે. આ બાબતની નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement