જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાની કામગીરી વિશે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા ઢીચડા અને નાઘેડી વિસ્તારમાં સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તથા ભૂગર્ભ ગટર શાખાના ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમ દ્વારા ઢીચડા તથા નાઘેડી વિસ્તારમાં આગામી સમયમાં બનનાર એસટીપી તેમજ પંમ્પીગ સ્ટેશન માટેની જગ્યાનું સ્થળ નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ કમિશનર તથા નાયબ કમિશનર દ્વારા ભવિષ્યમાં થનાર વિકાસને ધ્યાનમાં રાખીને જમીન સંપાદનને લગત જરૂરી સુચના આપી હતી.