જામનગર તા.8:
જામનગર જિલ્લામાં ખેતીની જમીનના રીસર્વેની કામગીરીમાં જે ક્ષતિઓ હોય રહી જવા પામેલ છે તે બાબત અંગે કરવામાં આવેલી અરજીઓની ફાઈલ એટલે કે રજૂઆતની ફાઈલ બંધ કરી દેવાનો નિર્ણય કરાતા વકીલ હિરેન ગુઢકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી અને એવી ચોકાવનારી રજૂઆત કરી છે તે ખેડૂતોના ખાતેદાર અંગેના કિસ્સાઓમાં ભવિષ્યમાં મુશ્કેલી ન પડે તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ ખેતીની જમીનના રી સર્વેનું કામ ઝડપી હાથ ધરવામાં માંગ કરવામાં આવી છે.
જામનગરના રહીશ એવા વકીલ હિરેન ગુઠકા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે જામનગર જિલ્લામાં ખેતીની જમીનના રીસર્વેની કામગીરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવેલ આ કામગીરીમાં અનેક ક્ષસતી હોય રહી જવા પામેલ છે તેના લીધે જિલ્લાના અને ખેડૂતો પરેશાન થઈ રહેલ છે તેમજ રીસર્વી સુધારણા ની કામગીરીમાં પણ હયાત માર્ગ તેમજ ગાડા માર્ગ દર્શાવવામાં આવેલ ન હોય આવા અનેક કિસ્સાઓ છે જે બાબતની ગંભીરતા છે ધ્યાને લઈ ખેડૂત ખાતેદારોને ભવિષ્યમાં મુશ્કેલી ન સર્જાય તે અંગે કાર્યવાહી કરવા માં આવે તેવી માંગ કરાય છે.
રજૂઆતમાં જણાવાયું છે કે આ અંગે સુપ્રી.લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી જામનગરને પણ રજૂઆત કરેલ હતી પણ તેવો દ્વારા આ કેસ બંધ કરી દેવાનો નિર્ણય કર્યા હોવાનું જણાવ્યું છે ખરેખર અરજીઓ અને રજૂઆત અંગે નીતિવિષયક સરકાર લેવલનો નિર્ણય હોય જેથી સરકાર કક્ષાએથી જ રજૂઆતની મુદત વધારવામાં આવે તેવી માંગ પણ આ પત્રમાં કરાય છે આ અંગે જે ફાઈલ બંધ કરી દેવામાં આવેલ છે રજૂઆતની તે ફાઈલ ચાલુ કરવામાં આવી તેવી માંગ પણ પત્રમાં કરાય છે આમ જમીનની સર્વેના પ્રકરણમાં દેશના વડાપ્રધાન સુધી જામનગર જિલ્લાનો જમીન રી સર્વેનો મામલો પહોંચ્યો છે.