જામનગર આઈએનએસ વાલસુરામાં 95 અઠવાડિયાની ઈલેકટ્રીકલની ખાસ તાલીમ પૂર્ણ કરનાર ઓફિસરો અને જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઈ હતી. જેનું વાઈસ એડમીરલે નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે તાલીમ દરમિયાન ઉત્તમ દેખાવ કરનાર જવાનોને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જામનગરમાં નૌ સેનાની પ્રમુખ સંસ્થા આઇએનએસ વાલસૂરામાં 95 સપ્તાહની ખાસ ઇલેકટ્રીકલ ટ્રેનીંગ શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ અને ઘાનાના 35 જવાનો અને 24 ઓફીસરોએ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ જવાનોની પરેડનું નિરીક્ષણ વાઇસ એડમીરલ શ્રીકુમાર નાયરે કર્યું હતું.
બેસ્ટ ઓલ રાઉન્ડ ઓફીસરનો એવોર્ડ એસએલટી દીપાંગ નૌતીયાલને અને ફર્સ્ટ ઇન ઓવરઓલ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ પ્રતિક યાદવને મળ્યો હતો. ચીફ ગેસ્ટના હસ્તે એકેડેમીક, સ્પોર્ટસ અને અન્ય પ્રવૃતિમાં ઉતમ દેખાવ કરનાર જવાનોએ એવોર્ડ આપવામાં આવ્યો હતો.