જામનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાસે બાઈક અને ટ્રક વચ્ચેના ગોજારા અકસ્માતમાં વૃદ્ધ મહિલાનો ભોગ

08 December 2022 02:51 PM
Jamnagar
  • જામનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાસે બાઈક અને ટ્રક વચ્ચેના ગોજારા અકસ્માતમાં વૃદ્ધ મહિલાનો ભોગ

પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

જામનગર તા.8:
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ હોસ્પિટલ નજીક બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનો ભોગ લેવાયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિશાલ હોટલ પાછળ પ્રગતિ ટેનામેન્ટ, બ્લોક નંબર 27 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ભવાનીસિંહ જાદવસિંહ ચૌહાણ નામના 63 વર્ષ ના બુઝુર્ગ કે જેઓ પોતાના પત્નીના મોટા બેન નીરૂબેન ને બાઈકમાં પાછળ બેસાડીને જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન સમર્પણ હોસ્પિટલ નજીક પાછળથી પુરપાટ વેગે આવી રહેલા જીજે -10 ટી.વાય. 6291 નંબરના ટ્રક ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકની પાછળની સીટમાં બેઠેલા નીરૂબેન ને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેઓનું ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.


Advertisement
Advertisement
Advertisement