જામનગરના ગણપતનગર વિસ્તારમાં વીજ તંત્રના આઠ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવતા તસ્કરો

08 December 2022 02:52 PM
Jamnagar
  • જામનગરના ગણપતનગર વિસ્તારમાં વીજ તંત્રના આઠ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવતા તસ્કરો

ટ્રાન્સફોર્મરની અંદર લગાવવામાં આવેલી કોપરની કોઇલ તેમજ ઓઇલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ

જામનગર તા.8:
જામનગરના ગણપત નગર વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના જુદા જુદા આઠ જેટલા ટ્રાન્સફોર્મર માંથી હાથ ફેરો કરી અંદરથી કોપરની કોઇલ તથા ઓઇલ વગેરે સામગ્રીની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવા આવી છે. જે તસ્કરોને પોલીસ તંત્ર શોધી રહ્યું છે.

જામનગર ના ગણપતનગર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા અલગ-અલગ વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે, અને તેમાં કુલ આઠ જેટલા ટ્રાન્સફોર્મર ફિટ કરવામાં આવ્યા છે. જે ટ્રાન્સફોર્મર ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધાની જાણવા મળી રહ્યું છે.

ગત તા 22.11.22 થી 7.12.2022 સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ જુદા જુદા આઠ ટી.સી. માંથી કોપરની કોઇલ તથા ઓઇલ વગેરે મળી ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાનમાં આવતા આવ્યું હતું.

જેથી પીજીવીસીએલના અધિકારી પંકજકુમાર ગોવિંદભાઈ શાહ એ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.


Advertisement
Advertisement
Advertisement