♦ રાજકોટ-70ના ઉમેદવાર રમેશ ટીલાળાની ભાજપની પ્રચંડ લીડ પર પ્રતિક્રિયા
રાજકોટ તા.8
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ લીડ મળી ત્યારે રાજકોટ વિધાનસભા 70ના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું 51 હજારથી વધુ મતની લીડથી આગળ છું. આ તકે રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે પક્ષમાં કાર્યકરોમાં કયાંય નારાજગી નથી, અમે બધા સાથે હતા.
તેમણે જણાવ્યું હતું કે દરેક મતદારોએ ખૂબ જ મતદાન કર્યું છે અને હાલ હું 51 હજારથી વધુ મતની લીડથી આગળ છું. ટીલાળાએ જણાવ્યું હતું કે દરેક કોર્પોરેશનના જે કામ હાલ ચાલુ છે. તે ઝડપથી આગળ ધપાવશું. વિકાસમાં અમે ચારેય ધારાસભ્યો ખૂબ જ કામ કરશું તેમાં કોઈ કચાશ નહીં રહેવા દઈએ. આગળના કામોનો રોડમેપ બનાવશું.