આમ આદમી પાર્ટીને કારણે હાર: ઈન્દ્રનીલ

08 December 2022 02:59 PM
Rajkot Elections 2022 Politics
  • આમ આદમી પાર્ટીને કારણે હાર: ઈન્દ્રનીલ

♦ કોંગ્રેસની હાર માટે ઈન્દ્રનીલ રાજગુરુની પ્રતિક્રિયા

♦ ઈન્દ્રનીલે વિજેતા ઉદય કાનગડને અભિનંદન પાઠવી કહ્યું-પ્રજાનો ચુકાદો શિરઆંખો પર

રાજકોટ તા.8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-68 વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુએ પોતાની હારનો સ્વીકાર કરી તેમના હરીફ ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ જે નકકી કર્યું તે શિર આંખો પર, ઈન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ ભાજપને મત આપ્યા છે તો એ પ્રમાણે મહાદેવ તેને સદ્બુધ્ધિ આપે અને ગુજરાતનું ભલુ થાય.

ઈન્દ્રનીલે કોંગ્રેસની કરુણ હારનું ઠીકરું આમ આદમી પાર્ટી પર ફોડયું હ્તું. ઈન્દ્રનીલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે જ કામ કર્યું, જે પરિણામો બતાવે છે આપે તેનો બી ટીમ તરીકેના રોલ ભજવ્યો છે.

ચૂંટણીના પરિણામોમાં ‘આપ’ના રકાસ મામલે ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, મને ખબર જ હતી કે ‘આપ’ ગુજરાતમાં દેખાવ નહીં કરી શકે. લોકો ભાજપથી નાખુશ હતા, આમ આદમી પાર્ટીમાં મત વેડફવો નહોતો જોઈતો.


Related News

Advertisement
Advertisement
Advertisement