ગાંધીનગર,તા.8 : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત અંગે પ્રતિકિયા આપતા જણાવ્યું હતું કે આ જીત ગુજરાતની અને પીએમ મોદીની જીત છે. લાખો કાર્યકર્તાઓની મહેનત કામ આવી.સીઆરપાટીલે વધુમાં જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનું શ્રેય વડાપ્રધાન મોદીને થય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે.આ જીત 27 વર્ષના ભાજપના સકારાત્મક અભિગમના કારણે થઈ છે ગુજરાતની જનતાએ વિકાસને પસંદ કર્યો છે. આજીત માટે લાખો કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે, અમિત શાહનું સપ્રત માર્ગદર્શન મળતું રહ્યું હતું.