રાજકોટ પૂર્વની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર ઉદય કાનગડનો મજબુત લીડ સાથે વિજય થયો છે. મત ગણતરી કેન્દ્ર પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ તથા ઉદય કાનગડ પરિપકવ નેતાની જેમ ધીરજથી સાથે બેઠેલા જોવા મળ્યા હતા. સવારથી ભાજપની લીડ નીકળતી જતી હતી. તો ભાજપનો વિજય નિશ્ર્ચિત થતા રાજગુરૂએ ખેલદિલીથી લોકચુકાદો સ્વીકાર્યો હતો અને હરીફ ઉમેદવારનું ગણિત સાચુ નીકળ્યાની વાત પણ આડકતરી રીતે સ્વીકારી હતી.