મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત: 62,413 મતે કોંગ્રેસના જયંતીભાઈ પટેલને છઠ્ઠી વાર હરાવ્યા

08 December 2022 03:57 PM
Morbi Elections 2022
  • મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત: 62,413 મતે કોંગ્રેસના જયંતીભાઈ પટેલને છઠ્ઠી વાર હરાવ્યા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.8 : મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીના પ્રારંભથી જ સમગ્ર ગુજરાતની નજર હતી કારણ કે આ ચૂંટણીના એક મહિના પહેલા જ મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા જેથી કરીને સરકાર અને પ્રશાસનની વિરૂદ્ધમાં મત પડે તેવી ચર્ચાઓ થઈ રહી હતી જોકે આજે જ્યારે મત ગણતરી કરવામાં આવી ત્યારે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ને મતદારો તરફથી ખોબલે ખોબલે મત દેવામાં આવ્યા હોય

કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલને તેઓએ છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણીમાં 62413 મતની લીડ સાથે હરાવ્યા છ મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો પૈકીની અતિ મહત્વની ગણાતી મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી જયંતિભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે સામા પક્ષેથી ભાજપના ઉમેદવાર તરીકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને લડાયક નેતા કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી હતી અને કાંતિભાઈ અમૃતીયાને ટિકિટ આપવામાં આવી ત્યારથી જ આ બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની 51 હજાર મતની લીડ સાથે જીત હશે તેવો દાવો ભાજપના આગેવાનો હોદ્દેદારો દ્વારા કરવામાં આવતો હતો દરમ્યાન છેલ્લા દિવસોમાં જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને લોક સંપર્ક કરવામાં આવ્યો

ત્યાર બાદ લોકોએ ખોબલે ખોલબે કાંતિભાઈ તરફે મતદાન કર્યું હોવાથી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારે પ્રથમ રાઉન્ડથી જ કાંતિલાલ અમૃતિયા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર આગળ ચાલતા હતા અને ખાસ કરીને માળીયા મીયાણા તાલુકો કે જેમાંથી દરેક ચૂંટણીમાં 1995 થી આજ સુધી ભાજપના ઉમેદવારને ક્યારેય પણ લીડ મળી ન હતી જોકે આ ચૂંટણીમાં સૌથી મોટી આશ્ચર્યજનક વાત એ હતી કે માળીયા મીયાણા તાલુકામાંથી પણ કાંતિલાલ અમૃતિયાને 5577 મતની લીડ મળી હતી અને ત્યારબાદ ક્રમશ: આ લીડ આગળ વધતા હાલમાં 22 રાઉન્ડના અંતે મત ગણતરી પૂર્ણ જાહેર થયેલ છે અને ફાઇનલ છેલ્લી આંકડાકીય માહિતીઓના તાળા મેળ કરવાની કામગીરી ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે

જોકે મળતી માહિતી મુજબ કાંતિલાલ અમૃતિયાને આ બેઠક ઉપરથી સૌથી વધુ મત મળ્યા હોવાથી હાલમાં તેઓએ 62413 મતની લીડ સાથે વધુ એક વખત જયંતિભાઇ પટેલને હાર આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા પણ આ બેઠક ઉપર થી 17,000 જેટલા મત લઈ ગયેલ છે અને મત ગણતરી પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી સેન્ટર પાસે જ ભારત માતાકી જય, વંદે માતરમ અને જયશ્રી રામના નારા ભાજપના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને મતગણતરી સેન્ટરથી જ મોરબીના મુખ્ય માર્ગો પર પસાર થઈને માર્કેટિંગ યાર્ડ સુધીની કાંતિભાઈ અમૃતિયાની રેલી યોજાઇ હતી જોકે ઝુલતા પુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તેમાં કોઈ જગ્યાએ આતિશબાજી નહીં ઢોલ નગારા નહીં તે પ્રકારનું અગાઉથી જ આ કાર્યકર્તાઓ અને ટેકેદારોને કહી દેવામાં આવ્યું હતું અને માર્કેટિંગ યાર્ડ ખાતે કાંતિભાઈ અમૃતિયાએ સભા પણ ગજવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement