(જીગ્નેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.8 : મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક માટે આજ સવારથી મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને બપોર સુધીમાં ત્રણેય બેઠક ઉપરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જો વાત કરીએ ટંકારા પડધરીની તો ત્યાં ભાજપના ઉમેદવાર દુર્ભભજીભાઇ દેથરીયા અને વાંકાનેર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી ની જીત નિશ્ચિત થઈ ગયેલ છે આટલું જ નહીં કોંગ્રેસના બંન્ને સીટના ઉમેદવારોએ પોતાની હાર સ્વીકારી હોવાનું પણ જણાવેલ છે. મોરબી જિલ્લામાં વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણે ત્રણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય મેળવ્યો હતો. જેથી કરીને આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારો વિજય મેળવશે તેવી આશા અને અપેક્ષા સાથે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા અને સામા પક્ષે ભાજપે પણ આ બેઠકો ઉપર વિજય મેળવી શકે તેવા પાણીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેના ફળ સ્વરૂપે ચૂંટણી પ્રચાર દરમિયાન લોક સંપર્ક કરવામાં આવ્યો હતો
► ટંકારા-પડધરી સીટમાં કોંગ્રેસના લલિત કગથરાને હરાવી દેથરીયા વિજેતા
તેના ભાગરૂપે મતદારોએ મતદાન કર્યું હતુ અને ભાજપ તરફી હાલમાં મતગણતરી દરમિયાન વાતાવરણ સામે આવ્યું છે અને વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો ત્યાં 22 રાઉન્ડ દરમિયાન ઇવીએમ મશીનમાંથી જે આંકડા નીકળ્યા તેમાં સરેરાશ 12,000 થી વધુ વધુની લીડ ભાજપના ઉમેદવારને મળેલ છે જોકે એક મશીનમાં ટેકનિકલ ખામી આવી હોવાથી તે મશીનની મતગણતરી બાકી છે તેની સાથોસાથ પોસ્ટલ બેલેટની મતગણતરી પણ હાલમાં ચાલી રહી છે પરંતુ આ લીડ હવે બાકી રહેલા મતમાંથી કાપી શકાય તેવી કોઈ પરિસ્થિતિ ન હોવાથી વાકાનેરના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવેદ પીરજાદાએ પોતાની હાર સ્વીકારી છે અને વાંકાનેર બેઠક ઉપરથી જીતુભાઈ સોમાણી ભાજપના ઉમેદવાર ભવ્ય લીડ સાથે વિજય બન્યા છે.
► 2017માં કોંગ્રેસે જીત મેળવ્યા બાદ પેટા ચૂંટણીમાં કબ્જો મેળવનાર મોરબી બેઠક ફરી ભાજપને
જો ટંકારા પડધરી બેઠકની વાત કરીએ તો ટંકારા પડધરી બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રદેશના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા કે જે વર્તમાન ધારાસભ્ય પણ છે તેઓને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા હતા અને તેની સામે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ને ભાજપ તરફથી ટિકિટ આપીને આ ચૂંટણીના જંગના મેદાનમાં ઉતાર્યા હતા અને છેલ્લા દિવસો દરમિયાન ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ જે લોક સંપર્ક કર્યો, ચૂંટણી પ્રચાર કર્યો અને તેના ફળ સ્વરૂપે મતદારો દ્વારા પોતાના મનપસંદ ઉમેદવારને ચુંટી કાઢવા માટે મતદાન કર્યું હતું તેના આંકડા આજે જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠક ઉપર 22 રાઉન્ડ ગ્રહમાં મતગણતરી પૂર્ણ થવાની છે જોકે 13 રાઉન્ડની મતગણતરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયેલ છે અને ત્યારે દુર્લભજીભાઈ દેથરીયા 9500 થી વધુ ની લીડ સાથે આગળ હોય કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય લલીતભાઈ કગથરા એ પોતાની હાર સ્વીકારી છે એટલે કે આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વિજય મેળવશે.