મોરબીમાં દંપતિનાં બેંક એકાઉન્ટમાંથી 90 હજારની ઓનલાઇન છેતરપીંડી : ફરિયાદ

08 December 2022 04:37 PM
Morbi Crime
  • મોરબીમાં દંપતિનાં બેંક એકાઉન્ટમાંથી 90 હજારની ઓનલાઇન છેતરપીંડી : ફરિયાદ

કુરીયરનો ડોકો નંબર મેળવવા હેલ્પલાઇનમાં ફોન કરતા મળેલી લીંક ઓપન કરતા નાણા ઉપડી ગયા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.8 : મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઈકોન રેસિડેન્સીમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના યુવાનના બે બેન્ક એકાઉન્ટ તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને રૂપિયા 90,312 ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોય ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરાવવામાં આવી રહી છે. ઉપરોકત છેતરપીંડીના બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન ખાતે મનોજભાઇ રામજીભાઇ કગથરા જાત પટેલ (ઉ.વ.37) ધંધો વેપાર રહે. મોરબી એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વીગ-એફ. ફલેટ નંબર 603 મુળ રહે. નથુવડલા તા.ધ્રોલ જી.જામનગરએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી જણાવ્યું છે કે અહીંના રવાપર ઘુનડા રોડ વૈદહી પ્લાઝા પાસે બનાવ બનેલ છે જેમાં તેમની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય

જેના ડોકો નંબર તેઓ ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ મોબાઇલ નંબર 88269 55122 અને 98303 03232 મળતા જેમા વાત કરતા સામાવાળાએ બલુડાર્કટ કુરીયરની ઓળખ આપીને ફરીયાદીને લીંક મોકલી હતી. તેમાંથી ઓનલાઇન રૂપીયા-બે નુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા તેઓએ આરોપીના જણાવ્યા મુજબ તેમના ખાતાના યુપીઆઇ તથા તેમની પત્નીના એકાઉન્ટના યુપીઆઅ મારફતે રૂપીયા બે નુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા 34,915 તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા 10000 એમ કુલ મળીને રૂપીયા 44,915 તથા તથા તેમની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા 45,397 મળી ઓનલાઇન રૂપીયા ફ્રોડ થયેલ જેમા આરોપીએ ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રીચાર્જ જે રૂપીયા 35,397 ફરીયાદી મનોજભાઇના પત્નીના ખાતામાં પાછા જમા થઇ ગયેલ આમ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપીને મનોજભાઇ કગથરા તથા તેમના પત્નીના ખાતામાંથી ઓનલાઇન રૂા. 90,312 ની ઓનાલાઇન ફોર્ડ (છેતરપીંડી) કરી ગુન્હો કર્યો હોય કલમ 420 તેમજ આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જુગાર
મોરબી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે રોડની સાઈડમાં ઉભા રહીને વરલીનો જુગાર રમવામાં આવતો હોવાનું ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા સ્થળ ઉપરથી અશોકભાઇ મશરૂભાઇ ઓળકીયા જાતે કોળી (ઉ.વ.23) ધંધો.મજુરી રહે.ધર્મસિધ્ધી સોસાયટી જાંબુડીયા તા.જી.મોરબી મુળ ગામકંધેવાડીયા તા.વીંછીયા જી.રાજકોટ અને વિક્રમભાઇ આલાભાઇ ચાવડા જાતે વાણંદ (ઉ.વ.28) ધંધો. નોકરી રહે.ધર્મસિધ્ધિ સોસાયટી જાંબુડીયા મોરબી મુળ રહે.લાલકા તા.બાબરા જી.અમરેલી વાળાઓની ધરપકડ કરી હતી તેઓ આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લેતા હોય રોકડા રૂપિયા 1020 સાથે બંનેની ધરપકડ કરી બંને વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement