રાજકોટ, તા.8 : શહેરના માલવીયાનગર પોલીસ મથકે એક 17 વર્ષીય સગીરાના પિતાએ સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોકસો અને અપહરણનો ગુનો નોંધાતા પોલીસ તપાસ બાદ આરોપી અક્ષય સંજયભાઈ વખેચા અને ભોગ બનનાર મળી આવેલ. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ. આરોપીએ લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો. જેલમાંથી આરોપીએ પોતાના વકીલ મારફત ચાર્જશીટ બાદ જામીન અરજી દાખલ કરતા સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીના વકીલ દ્વારા કરાયેલી દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ આરોપી અક્ષયને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના જાણીતા એડવોકેટ તરંગ એમ. બાલધા, નીખીલ જે. ધમાણી તથા વિમલ બી. અકબરી રોકાયેલા હતા.