રાજકોટ, તા. 8 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને અભિનંદન પાઠવતા પૂર્વ નગર સેવક અનિલભાઇ મકવાણા સાથોસાથ વિધાનસભા68ના ઉદયભાઇ કાનગડ, 69ના ડો.દર્શિતાબેન શાહ, 70ના રમેશભાઇ ટીલાળા તેમજ 71 ગ્રામ્યના ભાનુબેન બાબરીયા સહિતનાઓને જંગી મતદાનથી જીતવા બદલ તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે.